વડોદરા : શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત આવવાની બુમો ઉઠી છે તેને લઇને સ્થાનિક કોર્પોરેટર મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. દૂષિત પાણી અને લો પ્રેશરના પાણીથી નાગરિકો ત્રાહિમામ થઈ ગયા છે. તે પ્રશ્નનો હલ કરવામાં નહીં આવે તો નાછુટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. શહેરના નવાપુરા ઇલેક્શન વોર્ડ નંબર 13 માં છેલ્લા ઘણા મહિનાઓથી એક બે દિવસ છોડીને અલગ-અલગ વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત આવે છે. નવાપુરા અન્સારી મહોલ્લો,ભાટ ફળીયા, મહેબુબપુરા, ખારવાવાળા ,મુસ્લિમ મહોલ્લો, મરાઠી મહોલ્લો , હાથી પોળ, ગુંદા ફળિયું ,દાંડિયા બજાર, શંકર ટેકરી ,રાધાકૃષ્ણ પોળ પાસે તમામ વિસ્તારોમાં પાણી તથા પીવાના પાણીના લો પ્રેસરથી આવવાની ફરિયાદ છે. છેલ્લા ઘણા મહિનાઓથી સ્થાનિક કોર્પોરેટર બાળું સુર્વે દ્વારા પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવે છે. સિટી એન્જિનિયર સહિત સંબંધિત વિભાગોને પત્ર લખવામાં આવ્યો છે. જોકે પાલિકા તંત્ર દ્વારા તેનો કાયમી નિકાલ કરવામાં આવતો નથી. દુષિત અને લો પ્રેશર ના પાણીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગંદા પાણીને લો પ્રેસર ના પાણી ની સમસ્યા નું નિરાકરણ નહીં આવે તો અને વિસ્તારના નાગરિકોને અવગત દૂર કરવામાં નહીં આવે તો નાછુટકે આગામી દિવસમાં ગાંધીજી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગંદુ તેમજ લૉ પ્રેસરથી પાણી મળતા રહિશો ત્રાહિમામ
By
Posted on