એવું લાગે છે કે કેટરીના કૈફ હવે મોટા નિર્માતા યા ટોપ સ્ટારની પહેલી પસંદ નથી રહી. વિકી કૌશલ સાથે લગ્ન થવાથી આમ થયું છે એવું નથી, તે પહેલા જ એની ડિમાંડ ઓછી થઈ ચૂકી હતી. તમે જુઓ કે 2018થી અત્યાર સુધીમાં તેની જે 5 ફિલ્મ આવી ‘કિંગ્સ ઓફ હિન્દોસ્તાં’, ‘ઝીરો’, ફ્લોપ તો ‘ભારત’, અને ‘સૂર્યવંશી’જ ધંધો કરી શકેલી, પણ તેમાં તો અક્ષય દેવગણ, રણવીર સીંઘ પર જ ફિલ્મ હતી. કેટરીનાના કારણે સફળ રહેલી ફિલ્મો શોધવી હવે મુશ્કેલ છે. તે ચાલી હતી તેની બ્યુટીને કારણે પણ હવે તે તો ઓસરી ચૂકી છે. તેના કરતા તો કરીના કપૂર હજુ આકર્ષક રહી છે. સલમાન પોતે પણ હવે કેટરીના સાથે જોડીમાં આગળ વધવાનો ન હોય તો હવે તેની વાત પણ શું કામ કરવી? કેટરીના હવે જે ઉંમરના સ્ટાર્સ માટે બચી છે તે સ્ટાર્સ ફિલ્મો ઓછી મેળવી છે ને શાહરૂખ જેવા મેળવે ત્યારે બીજી એક્ટ્રેસની માંગ કરે છે.
તમે જુઓ કે કેટરીનાની જે ‘ફોન ભૂત’આવી રહી છે, તેમાં તે જેકી શ્રોફ સાથે છે અને બીજા તો ઈશાન ખટ્ટર, સિધ્ધાંત ચતુર્વેદી છે. જે ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ ચાલી રહ્યું છે, તેમાં વિજય સેથુપથી છે અને ‘જી લે જરા’ની તો વાત જુદી છે. તેમાં ફરહાને પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ સાથે કેટરીનાને પણ ઉમેરી છે. એ ફિલ્મ હીરો – હીરોઈન જોડી પ્રકારની રેગ્યુલર ફિલ્મ નથી. અલબત્ત, કેટરીના કૈફ હંમેશા એક સારી પ્રોફેશનલ એક્ટ્રેસ રહી છે. તેણે ક્યારેય વિવાદો ઊભા નથી કર્યા અને એ જ રીતે ફિલ્મોથી બહાર કોઈ મિડીયામાં પોતાને વ્યસ્ત રાખવાના પ્રયત્ન નથી કર્યા.
કોઈ TV શોમાં જજ તરીકે યા એંકર તરીકે આવી નથી કે પછી વેબ સિરીઝમાં પણ આવવું પસંદ નથી કર્યું. તે સંજોગોનો સ્વીકાર કરીને પોતાની તાકાતથી લડત આપે છે. એવા નુસખામાં જો કે સલમાન જેવા સાથે બગડેલા સંબંધ ફરી સુધાર્યા પણ છે. તે જાણે છે કે ઈન્ડસ્ટ્રીમાં તે આમ તો એકલી છે. હા, હવે વિકી કૌશલનો સંગાથ તેને નવો આત્મવિશ્વાસ આપતો હશે પણ તેનાથી તે નવી ફિલ્મો મેળવે એવું ઓછું જ બનવાનું છે. તેના લગ્નને 8 મહિના થઈ ચૂક્યા છે અને લાગે છે કે વિકી અને કેટરીના એકબીજાથી ખુશ છે. હવે આટલી ખુશીથી તેણે ચલાવી લેવું જોઈએ. સ્ટાર હીરોઈન તરીકે હવે તે વધુ સમય સ્ક્રિનસુખ માણી શકે તેમ નથી. •