મહિસાગર: આખા વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના સંકટમાં સંકડાઈ ગયું છે ત્યારે લોકો વધુ સંક્રમિત ના થાય તેવા ઉદ્દેશથી મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામે છેલ્લા 684 વર્ષથી ભરાતો બે દિવસનો ઉર્ષનો મેળો મોકૂફ રાખવાનો સરાહનીય નિર્ણંય કારંટા દરગાહના ટ્રસ્ટીઓ લેવામાં આવ્યો.
કારંટા આવેલ સૂફી સંત હઝરત પીર સૈયદ શાહ કુતુબ મહેમુદ દાદા ર. અ ની દરગાહ શરીફનો ઉર્ષનો મેળો જે છેલ્લા 684 વર્ષથી ઉજવવામાં આવતો હતો પણ આ વર્ષે 7/04/2021 અને 8/04/2021 ભારવનારો ઉર્ષનો મેળો કોરોના સંકટ સમયના અનુસંધાને દાદાની દરગાહનો ઉર્ષ મેળો મનાવવામાં આવશે નહી.
જેથી કરી તમામ બહારના શ્રદ્ધાળુઓ એ દરગાહ પર આવવું નહી તેવી કારંટા દરગાહના ટ્રસ્ટીઓ દ્ધારા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ શ્રદ્ધાળુઓને પોત પોતાના ઘરે રહી પોતાના ઘરે બેઠા દુઆ – પ્રાર્થના કરે અને વિશ્વ અને આપણા દેશ તેમજ સમગ્ર ગુજરાત કોરોનાની મહામારી થી મુક્ત બને તેવી પ્રાર્થના કરવા માટે કારંટા દરગાહ શરીફના ટ્રસ્ટીઓએ નમ્ર અપીલ કરી હતી