National

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું સૌથી મોટું મોડ્યુલ ખત્મ, ભારતીય સેનાએ 8 આતંકવાદીઓની અટકાત કરી

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદ સામે ભારતીય સેનાને આજે મંગળવારે મોટી સફળતા સાંપળી છે. અગાઉ 26 જૂને સેનાએ ગંડોહમાં સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું અને ત્રણ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ પછી, પોલીસે કેન્દ્રીય એજન્સીઓની બાતમીના આધારે આતંકવાદીઓના (terrorists) મુખ્ય મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. તેમજ આઠ આતંકીઓની અટકાયત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આ આતંકી મોડ્યુલ તાજેતરની ઘૂસણખોરીમાં પણ સામેલ હતો. આ મોડ્યુલના કારણે ડોડા, ઉધમપુર અને કઠુઆના ઉપરના વિસ્તારોમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર આ મોડ્યુલના નેતાઓએ સરહદ પારથી આતંકવાદી ઓપરેટરો સાથે મળીને સાંબા-કઠુઆ સેક્ટરમાં મોટા પાયે આતંકવાદીઓની ઘૂસણખોરી કરી હતી. આ મોડ્યુલ દ્વારા આતંકવાદીઓને આશ્રય, ખોરાક અને અન્ય નાની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી. તેમજ આ મોડ્યુલ દ્વારા, આતંકવાદીઓને ઉધમપુર-કઠુઆ-ડોડા જિલ્લાના પર્વતો અને જંગલોના ઉપરના ભાગમાં કૈલાશ પર્વતની આસપાસના વિસ્તારોમાં છુપાઈ જવાની તાલીમ આપવામાં આવી હતી અને તેમને આવવા-જવાના માર્ગો પણ જણાવવામાં આવ્યા હતા.

આતંકીઓને સેનામાંથી ભાગવામાં મદદ કરી
ઉધમપુર-કઠુઆ-ડોડા વચ્ચે આર્મી ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓએ ઉપરના વિસ્તારોમાં પહોંચવા અને સેનાથી બચવા માટે પણ આ મોડ્યુલની મદદ પણ લીધી હતી. ત્યારે મોડ્યુલના સભ્યોએ ધરપકડ બાદ જાતે આ વાતની પુષ્ટિ કરી છે. જ્યારે આ મોડ્યુલના લીડરની ઓળખ મોહમ્મદ લતીફ ઉર્ફે હાજી લતીફ તરીકે કરવામાં આવી છે. મોડ્યુલના અન્ય 8 સભ્યોની દુશ્મન એજન્ટ તરીકે ધરપકડ કરવામાં આવી છે. જેમાં અખ્તર અલી, સદ્દામ, કુશાલ, નૂરાની, મકબૂલ, લિયાકત, કાસિમ દિન અને ખાદિમના નામ સામેલ છે.

ઘૂસણખોરી વિરોધી ગ્રીડ વધુ મજબૂત કરવામાં આવશે
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોને રોકવા માટે ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરી વિરોધી ગ્રીડને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાનને આતંકવાદનું “સાધન” ગણતાવતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું હતું કે તે (પડોશી દેશ) જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સામાન્યતાને ખલેલ પહોંચાડવાના પોતાના પ્રયાસમાં ક્યારેય સફળ થશે નહીં. સિન્હાએ રવિવારે કહ્યું, “ઘૂસણખોરી વિરોધી ગ્રીડ પહેલા કરતા વધુ મજબૂત છે. “ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસોને રોકવા માટે તેને વધુ મજબૂત બનાવવામાં આવશે.”

Most Popular

To Top