રસોડું જ આપણું સાચું દવાખાનું છે દવાખાને જવાની જરૂર નથી!દાદીમાનું વૈદું પેટનાં દર્દો વાસ્તે…! અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુખાવો મટે છે. અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુખાવો મટે છે. •આદુ અને ફુદીનાના રસમાં સિંધવ-મીઠું નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે. • આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતનો પેટનો દુખાવો મટે છે.
• શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે. જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સતત દુખાવો થાય છે તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર-સાંજ લેવાથી પેટનો દુખાવો મટે છે. તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ, સહેજ ગરમ કરી, પીવાથી પીઠનો દુખાવો મટે છે.ગોળ અને ચૂનો ભેગો કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે. અજમો અને સંચળનું ચૂર્ણ ફાકવાથી ગેસ મટે છે. ચીકણી સોપારીનો બે આની ભાર ભૂકો મોળા મઠામાં સવારે લેવાથી ગેસ મટે છે. લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી પીવાથી જમ્યા પછી થતો દુખાવો અને ગેસ મટે છે. કોકમનો ઉકાળો કરી, તેમાં થોડું મીઠું નાખી, પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે.
•સાકર અને ધાણાનું ચૂર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે. •જીરું અને ધાણા બન્ને સરખે ભાગે લઈ, રાત્રે પલાળી રાખી, સવારના ખૂબ મસળી, તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે. ખેર, ઉક્ત રસોડામાં રહેલા ઘરગથ્થુ વપરાશી મરી મસાલા અને તેજાના વિગેરે અકસીર,નિર્દોષ તથા ગુણકારી રહેલા હોવાથી ઊંટ વૈદું ઉપાય કરતા વૈદરાજ સહિત નીમ હકીમ ખતરે જાનને ભૂખા મારે તેવો ઉત્તમ તેમજ સર્વશ્રેષ્ઠ છે જે જાણ ખાતર, અલબત્ત, અમુકની પ્રકૃતિ, બંધારણ અને તાસીર જુદી હોય એ વાસ્તે સારવાર, શિફા માટે નિષ્ણાત નાડીવૈદ / હકીમનો સંપર્ક સાધવો!
જીવનશૈલી સદાબહાર સ્વાસ્થ્ય! સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.