Business

રસોડું જ આપણું દવાખાનું

આપણા કિચનમાં ઘણી વસ્તુઓ છે જે હાડકાં અને સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે. આવો જાણીએ કઈ છે એ વસ્તુઓ?

વધતી ઉંમર, વાત, કફની સમસ્યા, કોઇ પ્રકારનું ઇન્ફેકશન, વધારે પડતો શ્રમ, ઇજા, ઠંડી વસ્તુઓનું વધારે પડતું સેવન અને મોસમમાં ફેરફાર જેવાં ઘણાં પરિબળો સાંધાના દુખાવા માટે જવાબદાર છે. અહીં જણાવેલ ઘરેલુ નુસખાઓ તમને દુખાવામાં રાહત મેળવવા માટે મદદ કરી શકે છે.

– એક કપ દૂધમાં એક ટીસ્પૂન હળદર, 1/4 ટી સ્પૂન વાટેલું આદુ અને ચપટી મરી પાઉડર મિકસ કરી ઉકાળો. ગેસ બંધ કરી થોડું મધ નાખો. આ દૂધ હુંફાળું પીવાથી દર્દમાં રાહત મળશે.

– દરરોજ સવારે નરણે કોઠે 15-20 પલાળેલાં અખરોટના ટુકડા એક મહિનો ખાવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.

– બે ગ્લાસ પાણીમાં 1/2 કપ છીણેલું આદુ નાખી ઉકાળો. પાંચ મિનિટ બાદ ગેસ બંધ કરી એમાં નેપ્કિન  15 મિનિટ બોળો ત્યારબાદ ટુવાલ નિચોવી  દુખાવાવાળા ભાગ પર શેક કરો. તમને આરામ મળશે.

– બે ટેબલસ્પૂન મેથીદાણા એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે પાણી નિતારી મેથીદાણા વાટી પેસ્ટ કરો. આ પેસ્ટથી ઘૂંટણ પર માલિસ કરો. થોડા દિવસોમાં દુખાવામાં રાહત મળશે.

– એક ટેબલસ્પૂન સરસવના તેલમાં ત્રણ-ચાર કળી લસણ ઉકાળો. લસણ સોનેરી થાય એટલે ગેસ બંધ કરી દો. હૂંફાળું તેલ દર્દવાળી જગ્યાએ લગાડી મસાજ કરો.

– લસણની પેસ્ટથી મસાજ કરવાથી પણ સાંધાના દુખાવામાં રાહત મળે છે.

– રાઈની પેસ્ટનો લેપ બધા પ્રકારના દુખાવામાં ફાયદો કરે છે.- 1/2 લિટર પાણીમાં થોડો અજમો ઉકાળો. એનાથી દુખાવાવાળી જગ્યાએ વરાળ આપો.

– દિવસના ત્રણ ચાર કપ ગ્રીન ટી પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

– અજમો અને લસણને સરસવના તેલમાં ગરમ કરો. દિવસના બે વાર એનાથી સાંધાનું માલિશ કરો. ફાયદો થશે.

– નિયમિત રીતે લીમડાના તેલનું માલિસ કરવાથી પણ સાંધાનો દુખાવો દૂર થાય છે.

– દિવસના ત્રણ-ચાર ટામેટાં ખાવાથી કે એક ગ્લાસ ટોમેટો જયુસ પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

– એલોવેરા પલ્પ અને ચપટી હળદર મિકસ કરી ગરમ કરી દુખાવાવાળા ભાગ પર લગાડવાથી રાહત મળે છે.

Most Popular

To Top