Charchapatra

સંબંધો સાચવવાની ચાવી

આજે આપણે જોઈએ છીએ કે, સમાજમાં દરેક સ્તરે લોકોના સંબંધોમાં કડવાશ વધી છે. આજે નાનાથી માંડી મોટા લોકોને, કોઈને કંઈ જ કહેવાતું નથી. ક્યારે કોને કઈ બાબતે ખોટું લાગી જાય અને સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ જાય એ કોઈ કહી શકતું નથી અને આ માટે જવાબદાર છે ‘અહમ’. આજે દરેકને પોતાનો ‘અહમ’ જ વહાલો છે. જો સંબંધો સાચવવા હોય તો એની એક જ ચાવી છે – જતું કરવાની ભાવના. એક ઉદાહરણ જોઈએ તો હાલમાં જ નાનપુરામાં રહેતા દંપતીના લગ્ન બાદ બે વર્ષમાં કોરોના કાળમાં બંને વચ્ચે ઘરેલુ ઝઘડા વધ્યા અને પત્ની પિયર રહેવા જતી રહી. આ દંપતી વચ્ચે સમાધાનની મીટિંગ દરમિયાન સાસુએ જમાઈને કહ્યું હતું કે ‘જતું કરવામાં કંઈ થતું નથી’. આખરે સમાધાન થયું હતું અને આજે દંપતી સાથે રહેવા લાગ્યાં છે. આમ જતું કરવાની ભાવના જ કૌટુંબિક કે સામાજિક સંબંધો જાળવી રાખવાની ગુરુચાવી છે.
સુરત     – સૃષ્ટિ કનક શાહ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top