Entertainment

‘ધ કેરલા સ્ટોરી’ બંગાળમાં રિલિઝ થશે, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હી: ભારે વિવાદ બાદ આખરે બંગાળમાં ધ કેરલા સ્ટોરી (The Kerala Story) ફિલ્મ રિલિઝ થશે. પશ્ચિમ બંગાળમાં (West Bangal) ફિલ્મ પર મુકાયેલા પ્રતિબંધને (Ban) સુપ્રીમ કોર્ટે (Supreme Court) હટાવી દેતા ફિલ્મ રિલિઝ કરવાનો રસ્તો ક્લીયર થયો છે. આ સાથે જ તમિલનાડુ સરકારને પણ થિયેટરોમાં ફિલ્મ જોતા પ્રેક્ષકોને પૂરતી સુરક્ષા આપવાના નિર્દેશ કોર્ટે આપ્યા છે.

કોર્ટમાં ફિલ્મના પ્રોડ્યુસરે સ્વીકાર કર્યો હતો કે તેઓ દ્વારા ફિલ્મમાં દર્શાવવામાં આવેલો 32 હજારનો આંકડો પ્રમાણિત નથી. આથી સુપ્રીમ કોર્ટે પ્રોડ્યુસરને તા. 20મી મે સુધીમાં 32,000ના આંકડા અંગે ડિસ્ક્લેમર આપવાના નિર્દેશ કર્યા છે. આ સાથે જ કોર્ટે પ્રોડ્યુસરને એવો આદેશ પણ કર્યો છે કે તેઓ એવું ડિસ્ક્લેમર પણ આપે કે આ ફિલ્મ ફિક્શન છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ધ કેરલા સ્ટોરીના ટીઝરમાં એવો દાવો કર્યો હતો કે કેરલમાં 32 હજાર મહિલાઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે અને તેઓને ISIS જેવા આતંકવાદી સંગઠનમાં ધકેલવામાં આવી છે. આ મામલે જ સુપ્રીમ કોર્ટે ડિસ્ક્લેમર મુકવાનો આદેશ કર્યો છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે પ્રતિબંધને લઈને પશ્ચિમ બંગાળ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. CJI ચંદ્રચુડે કહ્યું, કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની ફરજ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્યની સકારાત્મક જવાબદારી છે. આ રીતે તમે સમાજના કોઈપણ 13 લોકોને પસંદ કરી શકો છો. તેઓ કંઈપણ પર પ્રતિબંધ મૂકવાનું કહેશે. રમતગમત કે કાર્ટૂન બતાવવા સિવાયના નિયમોનો ઉપયોગ લોકોની સહિષ્ણુતા પર થોપવા માટે કરી શકાતો નથી. હકીકતમાં, બંગાળ સરકાર વતી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે રાજ્યમાં બગડતી શાંતિ વ્યવસ્થાને કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સીજેઆઈએ પશ્ચિમ બંગાળ સરકારને કહ્યું કે આ ફિલ્મ દેશમાં દરેક જગ્યાએ રિલીઝ થઈ ગઈ છે. શક્તિનો ઉપયોગ પ્રમાણસર થવો જોઈએ. તમે લાગણીઓના જાહેર પ્રદર્શન પર આધારિત સ્વતંત્ર ભાષણના મૂળભૂત અધિકારને ન બનાવી શકો. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે ફિલ્મ આખા દેશમાં ચાલી શકે છે તો પશ્ચિમ બંગાળમાં શું સમસ્યા છે. જો કોઈ એક જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા હોય તો ત્યાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવો, જેઓ જોવા નથી માગતા તેઓ ન જુએ. સિંઘવીએ કહ્યું કે આ ફિલ્મ 5 મેથી 8 મે સુધી ચાલી હતી, અમે તેને રોકી નથી. અમે સુરક્ષા પૂરી પાડી. ગુપ્તચર અહેવાલથી ગંભીર ખતરો હતો.

Most Popular

To Top