Entertainment

‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ MPમાં થઈ ટેક્સ ફ્રી, હવે મહારાષ્ટ્રમાં પણ ફિલ્મને લઈને ઉઠી આ માંગ  

મુંબઈ: ‘ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) ફિલ્મ અનેક વિવાદોની વચ્ચે શુક્રવારે તા. 5 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. અનેક રાજકીય પાર્ટીઓએ રિલીઝના પહેલા આ ફિલ્મ પર પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટે આ અરજી ફગાવી હતી અને ફિલ્મના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. શુક્રવારે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થતાં જ પ્રેક્ષકોએ ફિલ્મને સારો રિસ્પોન્સ આપ્યો હતો. ‘ધ કેરલા સ્ટોરી’ની ઓપનિંગ ખૂબ જ શાનદાર રહી છે. બીજી તરફ ફિલ્મને મધ્ય પ્રદેશ(Madhya Pradesh)માં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશની સાથે જ મહારાષ્ટ્ર(Maharashtra)ના નાસિકમાં ‘હિંદુ સકલ સમાજ’ના સભ્યોએ પણ ફિલ્મને ટેક્સ ફ્રી (Tax Free) કરવાની માંગ કરી છે.

ફિલ્મ ટેક્સ ફ્રી કરાવવા પાછળ હિંદુ સકલ સમાજનો આ હેતુ છે
હિંદુ સકલ સમાજ સમૂહના લોકોએ મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં લવ જેહાદના વિરૂદ્ધ નારા લગાવ્યા અને આંદોલન ર્ક્યુ હતુ. તેમનું માનવું છે કે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ લવ જેહાદની સમગ્ર પ્રક્રિયાને લોકોની સામે રજૂ કરશે અને આ ફિલ્મને જોઈને હિંદુ સમાજની છોકરીઓમાં જાગૃતતા આવશે. આ હેતુ સાથે નાસિકના સકલ હિંદુ સમાજ તરફથી જિલ્લા કલેક્ટરને ફિલ્મને વહેલી તકે ટેક્સ ફ્રી કરવાની અપીલ કરવામાં આવી છે.

હિંદુ સકલ સમાજના સભ્યોએ કહ્યું કે ‘અમને આશા છે કે CM એકનાથ શિંદે અને ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ લવ જેહાદ પર લગામ લાગશે અને પીડિત હિંદુ છોકરીઓને ન્યાય મળશે. રાજ્ય સરકારે આ ફિલ્મને ટેક્સ કરવી જોઈએ. આ તમામ હિંદુ સમુદાયના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી એક આશા છે.’

મધ્ય પ્રદેશમાં ‘ધ કેરલા સ્ટોરી’ને કરવામાં આવી છે ટેક્સ ફ્રી
એક બાજુ મહારાષ્ટ્રમાં ‘ધ કેરલા સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ મધ્ય પ્રદેશ સરકારે આ પહેલ પહેલા જ કરી દીધી છે. મધ્ય પ્રદેશમાં વિવાદિત ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. રાજ્યના CM શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે સવારે ટ્વીટના માધ્યમથી તેનું એલાન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, ‘ધ કેરલા સ્ટોરી એક એવી ફિલ્મ છે, જેને આતંકવાદના ભયાનક સત્ય પર પ્રકાશ પાડ્યો છે. મધ્ય પ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

Most Popular

To Top