Vadodara

ધ કેરેલા સ્ટોરી ઇફેક્ટ : હિન્દૂ યુવતીએ વિધર્મી સાથે કરેલ લગ્નનો અંત આણ્યો?!!

વડોદરા: શહેરની એક યુવતીએ વિધર્મી યુવાન સાથે લગ્ન કર્યા બાદ ધ કેરેલા સ્ટોરી મુવીથી પ્રેરાઈને પોતાના લગ્નજીવનનો અંત લાવવાનું નક્કી કર્યું હતું અને તેણીએ હવે યુવકને ના પાડી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ યુવતી પોતાના પરિવાર સાથે પોતાના માદરે વતન ઉત્તરપ્રદેશ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ધ કેરેલા સ્ટોરી હાલ ખુબ ચર્ચામાં છે. ખાસ કરીને યુવતીઓના ધર્માંતરણ માટે જે કારસો રચવામાં આવે છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. યુવતીઓને આ મુવી હાલમાં નિઃશુલ્ક બતાવવામાં આવી રહ્યું છે. અને તેને ખુબ વખાણવામાં આવી રહ્યું છે. ત્યારે આ મૂવીથી પ્રેરાઈ કોર્ટમાં રજીસ્ટર્ડ લગ્ન કરનાર એક હિન્દૂ યુવતીએ વિધર્મી પ્રેમીને આગળના લગ્નજીવન માટે ના પાડી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

મળતી વિગતો અનુસાર શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી હિન્દૂ યુવતી પ્રિયા સિંઘ (નામ બદલ્યું છે ) ના લગ્ન પોતાની મરજી મુજબ અંદરેજ એક વર્ષ અગાઉ કોર્ટ મારફતે નવાયાર્ડ વિસ્તારમાં રહેતા સોયેબ શેખ (નામ બદલ્યું છે) નામના યુવક સાથે થયા હતા. જે તે સમયે તમામે યુવતીને ખુબ સમજાવી હતી અને આ લગ્ન ન કરવા જણાવ્યું હતું પરંતુ યુવતી માની ન હતી અને તેણીએ લગ્ન કરી લીધા હતા. જો કે હાલમાં જ આવેલ ધ કેરેલા સ્ટોરી જોયા બાદ તેણીએ આ હવે આગળના લગ્ન જીવન માટે ના પાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અને યુવતીએ વિધર્મી યુવક સાથે છૂટાછેડા લઇ લેવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે લગ્ન સમયે નોટરી કરનાર એડવોકેટે પણ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જયારે લગ્ન થઇ રહ્યા હતા ત્યારે પણ અનેક હિન્દૂ સંગઠનોએ તેણીને સમજાવ્યા હતા. પરંતુ તે પ્રેમમાં અંધ હોઈ તેણીએ લગ્ન કરી લીધા હતા. અને ત્યાર બાદ આ મૂવીથી પ્રેરાઈને યુવતીએ હાલમાં જ આ પગલું લીધું હોવાનું અંતરંગ વર્તુળો તરફથી જાણવા મળ્યું છે. જો કે આ યુવતી હાલમાં પોતાના પરિવારજનો સાથે ઉત્તર પ્રદેશ રવાના થઇ ગઈ હોવાથી તેણીનો સંપર્ક થઇ શક્યો ન હતો.

વિધર્મી યુવકોને હિન્દૂ યુવતીઓને ફસાવવા વિદેશથી ફંડિંગ થાય છે
લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વિધર્મી યુવકોને હિન્દૂ યુવતીઓને ફસાવવા માટે વિદેશથી ફંડિંગ કરવામાં આવે છે. અને તેઓ મોંઘીદાટ ગિફ્ટ્સ, મોંઘી બાઈક અને ફાઈ લાઈફ સ્ટાઈલથી આકર્ષાઈ જતી હોય છે. પરંતુ અસલમાં યુવતીઓને ફસાવી તેઓનું ધર્માંતરણ કરવાનો આ કારસો છે. યુવતીઓને ઘરમાંજ જ પ્રેમ મળે તો તેઓ પ્રેમ શોધવા બહાર જતી નથી. માતા પિતાએ દીકરીને મિત્ર તરીકે જોઈ તેણીને સમજ આપવી જોઈએ. અને જયારે તે યુવાવસ્થામાં આવે તો તેણી ઉપર વોચ પણ રાખવી જોઈએ જેથી તે કઈ અલગ પગલું ન ભારે. આ ઉપરાંત સ્વ રક્ષણ માટે જુડો, કરાટે જેવા પેંતરા પણ શીખવવા જોઈએ જેથી તે આત્મરક્ષણ કરી શકે. ધ કેરેલા મુવી એ વખાણવા લાયક છે. અને તેનાથી પ્રેરાઈને આ દીકરીએ આ પગલું ઉઠાવ્યું છે તે સારી બાબત છે.
-શોભના રાવલ, ચેરમેન, ગુજરાત રાજ્ય સેવા સમિતિ, મહિલા સુરક્ષા

Most Popular

To Top