Charchapatra

ફક્ત ચૂંટણીથી કાશ્મીરની સમસ્યા ઉકેલાવાની નથી

પણ ખરેખર કાશ્મીરીઓના ચહેરા પર પહેલા જેવી રોનક અને ચમક પાછી લાવવી હોય તો ચૂંટણીઓ સિવાય બીજી કાશ્મીરીઓની બીજી સમસ્યા મુશ્કેલીઓ સમજવી પડશે. અહીંની મુખ્ય આવક કાશ્મીર ફરવા આવતા પ્રવાસીઓની છે. અહીંની ઝેલમ નદીમાં ફરવા માટે સ્પેશલ હોડી જે હાઉસબોટ તરીકે ઓળખાય છે. અહીં પહેલા હજાર બારસો હાઉસબોટો હતી હવે માત્ર ગણીગાંઠી 100 ના આસપાસ બોટો બચી છે. આ હાઉસબોટમાં દેવદારનું લાકડું વપરાય છે દેવદારનું લાકડું ગરમી સહન કરી શકતું ના હોવાને કારણે હાઉસબોટો તુટવા માંડી છે. એક હાઉસબોટ રીપેરીંગ કરવા 4થી 5 લાખ ખર્ચો થાય છે. આવી હાલતમાં પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું? ઘર કેવી રીતે ચલાવવું? હાઉસબોટ રીપેરીંગ કરવા લાખો રૂપિયા ક્યાંથી કાઢવા? સામાન્ય રીતે હાઉસબોટનું એક રાતનું ભાડુ 3 હજાર હોય છે. પણ કાશ્મીરમાં ઓછો વરસાદ અને વધુ પડતી ગરમીએ ઝેલમ નદી સુકાઈ ગઈ છે.

તેથી પ્રવાસીઓને આકર્ષવા હાઉસબોટ માલિકોએ ભાડુ ઘટાડી 1500 રૂપિયા કરી નાખ્યું છે. કાશ્મીરીઓની બીજી મુખ્ય આવક સફરજનની ખેતી છે. અહીંના સફરજનોની આખા દેશમાં માંગ હોય છે. અહીં દર વરસે લગભગ 15 લાખ મેટ્રિક ટન સફરજનનું ઉત્પાદન થાય છે. પણ વિદેશી મૂડીની વિદેશી રોકાણની લાલચે કેન્દ્ર સરકારે સફરજનની આયાત ડ્યુટી જે પહેલા 35 ટકા હતી તે ઘટાડીને માત્ર 15 ટકા કરી દેતા આપણા કાશ્મીરી આશરે 10 લાખ ખેડૂતોને જબ્બર ફટકો પડ્યો છે. પછી કાશ્મીરમાં ક્યાંથી રોજગારી વધે? આ આયાત ઘટાડવાનો નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો છે કે જયારે કાશ્મીરી ખેડૂતો પ્રતિકૂળ હવામાન આબોહવા પરિવર્તન અને ખુલ્લા બજારમાં સ્પર્ધાત્મક કિંમતોનો સામનો કરી રહ્યા છે. સરકારે હાઉસબોટના માલિકોને બેંક લોન આપી ટેકો આપવો જોઈએ. જો શક્ય હોય તો થોડી સબસીડી પણ આપવી જોઈએ સફરજનની વિદેશી આયાત બઁધ કરી આપણા સફરજન ઉત્પાદકોને મજબુત ખમતીધર બનાવવા જોઈએ.
સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લોકોનો ઉકળાટ વધી રહ્યો છે, સરકાર છેતરવાનું બંધ કરે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નેશનલ એકાઉન્ટ્સ – સ્ટેટિસ્ટિકસ 2024ના ડેટા હાલમાં જાહેર થયા ભારતની ઘરેલું બચત દર 2021માં 22 ટકા હતી તે ઘટીને 2023માં 18.4 ટકા થઇ જવા પામ્યો. શું કારણ છે? દેશમાં ધંધા રોજગારી દર સતત ઘટી રહ્યા છે અને ભારત વિશ્વમાં ત્રીજી મોટી આર્થિક તાકાત બનવા માગે છે. ભારત ત્રણ સદી સુધી પણ અમેરિકાની બરોબરી નહીં કરી શકે? કદાચ ચીન બરોબરી ની નીજક પહોંચી શકે. ખરેખર શું છે કે જયારે આંકડાશાસ્ત્ર મુજબ જયારે આવક વધે તો જ બચત દર વધે. 2030 સુધીમાં જો ભારત બેકારી, રોજગારી, ખૂનરેજી, નકલીની ભરમાર વિ. અટકાવવા નિષ્ફળ જશે તો આ બધા લક્ષણો ગંભીર સ્થિતિ સર્જાવાના ચિંતાજનક લક્ષણો છે જેથી સરકાર આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે યુદ્ધનાં ધોરણે તાત્કાલિક પગલાં ભરે એજ હિતાવહ રહેશે.
નવસારી – એન. ગરાસીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top