મુંબઈ: વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ઓસ્કર 2023 એલિજિબલ કરવામાં આવી છે. જ્યારે અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર તમામને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યા છે. વિવેક અગ્નિહોત્રીએ પોતે આ માહિતી આપી હતી. જેથી હવે ભારતની અત્યાર સુધીની 5 ફિલ્મોમાંથી એક છે જેને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે.
10 જાન્યુઆરીના રોજ, એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ઓસ્કર 2023 એટલે કે 95મા એકેડેમી એવોર્ડ્સ માટે ક્વોલિફાય થયેલી ફિલ્મોની યાદી બહાર પાડી હતી. આ વખતે વિશ્વભરમાંથી 301 ફીચર ફિલ્મોને ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે, જેમાં ભારતની કેટલીક ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. જેમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું નામ સામેલ છે. જેના કારણે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ખુશખુશાલ છે. કારણ કે તેમની ફિલ્મ ઓસ્કર 2023 માટે એલિજિબલ કરવામાં આવી છે.
વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર માહિતી શેર કરી
ટ્વિટર પર ખુશી વ્યક્ત કરતા વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, ‘એક મોટી જાહેરાત. એકેડેમી દ્વારા ઓસ્કાર 2023 માટે તેની પ્રથમ યાદીમાં કાશ્મીર ફાઇલ્સને એલિજિબલ કરવામાં આવી છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું. ભારતીય સિનેમા માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે.
અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી શ્રેષ્ઠ અભિનેતા માટે શોર્ટલિસ્ટ
અન્ય એક ટ્વિટમાં વિવેક અગ્નિહોત્રીએ માહિતી આપી હતી કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના સ્ટાર્સને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ટ્વીટમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમારના નામનો ઉલ્લેખ કરતા વિવેક અગ્નિહોત્રીએ લખ્યું છે કે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. તે ઘણો લાંબો રસ્તો છે. કૃપા કરીને દરેકને તમારા આશીર્વાદ આપો.
આ ફિલ્મો આ વખતે ભારતમાંથી ઓસ્કરમાં મોકલવામાં આવી
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઉપરાંત, ઓસ્કર 2023ની શોર્ટલિસ્ટમાં SS રાજામૌલીની ‘RRR’, ઋષભ શેટ્ટીની ‘કંતારા’ અને સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સાથે ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ ‘ચેલો શો’ પણ સામેલ છે. મરાઠી ફિલ્મો ‘મી વસંતરાવ’, તુજ્યા સાથી કહી હી અને ઈરાવિન નિઝાલ ઉપરાંત આર માધવનની ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’ અને ‘વિક્રાંત રોના’ના નામ પણ સામેલ છે.
‘કાંતારા’ની ઓસ્કાર શોર્ટલિસ્ટમાં 2 કેટેગરીમાં એન્ટ્રી
‘કાંતારા’ ઓસ્કર 2023માં બે કેટેગરી માટે ક્વોલિફાય થઈ છે. તેને ‘બેસ્ટ પિક્ચર’ અને ‘બેસ્ટ એક્ટર’ કેટેગરીમાં એન્ટ્રી મળી છે. એટલે કે હવે આ ફિલ્મ ઓસ્કાર નોમિનેશન માટે લાયક છે. રિષભ શેટ્ટીએ માત્ર આ ફિલ્મની વાર્તા જ લખી નથી, પરંતુ તેમાં અભિનયની સાથે તેનું નિર્દેશન પણ કર્યું છે. વર્ષ 2022માં રિલીઝ થયેલી ‘કંતારા’એ ઘણી કમાણી કરી હતી. તે કન્નડ સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મ હતી. અને હવે ફિલ્મને ઓસ્કારમાં એન્ટ્રી મળ્યા બાદ ઋષભ શેટ્ટીની ખુશીનો કોઈ પાર નથી. તેણે ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી.