Charchapatra

 ‘જન જન જાગૃતિ’ યોજના પણ જરૂરી!

હમણાં અડાલજ ખાતે એક ડૉક્ટર ગોરમાનાં જવારા પધારવા જતાં લપસીને નહેરમાં પડ્યા અને કમનસીબે મૃત્યુ પામ્યા અંગેના સમાચાર જોઈ જાણી વાંચીને સૌને ભારે દુઃખ થયું. અહીં  આ નિધન મનમાં અમુક ચોક્કસ પ્રશ્નો જન્માવે છે. શિક્ષણ વિભાગે અભ્યાસના દરેક સ્તરે તરવાના કૌશલ્યની પ્રાથમિક જાણકારી અને સામાન્ય આવડત દરેક અધ્યેતાઓમાં આવે તે વિશે વિચારવાની હવે ખાસ આવશ્યકતા જણાય છે. હેલ્મેટ જેટલું જરૂરી છે તેથી વિશેષ તરવાના કૌશલ્યને દરેકે શીખવા- શીખવવાની તાતી જરૂર છે. ઘટનાનાં બીજા પાસાનો વિચાર કરીએ તો અમૂક ચોક્કસ પ્રકારની પ્રથાઓ અને માન્યતાઓમાંથી પણ તર્કબદ્ધ વિચારીને સમાજે હવે બહાર આવવાની જરૂર છે.

જગ્યા લપસણી હોવાનું સ્પષ્ટ દેખાય છે તો તે ડોક્ટરશ્રીને કેમ ધ્યાનમાં રહ્યું નહીં હોય એ પણ વિચારવા જેવું છે. તરતાં ન જ આવડતું હોય તો તેની નજીક જઈએ ત્યારે વિશેષ કાળજી સ્વયં જ રાખવાની હોય. વળી, સલામતી સંદર્ભે તો પાણીથી છલોછલ ભરેલી નહેર પણ આમ નોંધારી ખુલ્લી રાખવી અનુચિત લાગે છે. તાર ફેન્સિંગ જેવી સંરક્ષણાત્મક વ્યવસ્થા વિશે વિચારવું પડે. આમ, તમામ પાસાંઓ ધ્યાનમાં લેતા જણાય છે કે વૈજ્ઞાનિક અભિગમ ફક્ત અભ્યાસક્રમમાં જ નહીં પણ વાણી, વ્યવહાર અને વર્તનમાં મુકવો અનિવાર્ય જણાય છે. સલામતી સંદર્ભે સૌએ સજાગ રહેવાની આવશ્યકતા છે.
સુરત – વિજયકુમાર બારોટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ભણેલા ગણેલા લોકોએ અહીં કચરો નાખવો નહીં 
સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને સુપર સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે એ આપણા સૌને માટે આનંદ અને ગૌરવની વાત છે. પરંતુ નવસારી શહેરમાં એક જગ્યાએ એવું બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ‘ભણેલા ગણેલા લોકોએ અહીં કચરો નાખવો નહીં.’ આ અનોખું બોર્ડ જોઈને મને પ્રશ્ન એ થયો કે ભણેલા ગણેલા લોકો દ્વારા જ વધારે ગંદકી કરવામાં આવતી હશે માટે જ આવી સૂચના લખવી પડી હશે. આપણે ભારતના નાગરિકો ભારતને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ જઈ રહ્યા હોય એવું લાગે છે. 

ભારતનો ભણેલો ગણેલો નાગરિક વિદેશમાં જાય ત્યારે ત્યાંના  સ્વચ્છતાના કાયદાનું પાલન સંપૂર્ણપણે કરે છે પરંતુ એ જ વ્યક્તિ જ્યારે માતૃભૂમિના એરપોર્ટ પર ઉતરે છે ત્યારે એ જ્યાં ઈચ્છે ત્યાં કચરો ફેંકી દે છે. ભારત અને ચીન બંનેમાં 140 કરોડથી વધુ વસ્તી છે છતાં ચીન સ્વચ્છ અને આધુનિક દેખાય છે. આપણે  ભારતીયો  વ્યક્તિગત સ્વચ્છતાને મહત્ત્વ આપીએ છીએ પરંતુ સમાજની સ્વચ્છતાને મહત્વ આપતા નથી. કાયદાના કડક અમલનો અભાવ અને લોકોમાં  આ્વચ્છ ભારત અભિયાન નિષ્ફળ ગયું છે. જાહેર સ્વચ્છતાની બાબતમાં હજી આપણે  લાંબો રસ્તો કાપવાનો બાકી છે.
નવસારી, ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top