Vadodara

સ્વિટી કેસની તપાસ અત્યંત સેન્સેટીવ તબક્કામાં આવી ચૂકી હોવાના એંધાણ

વડોદરા: પી.આઈ. દેસાઈ કિરિટસિંહ જાડેજાના સીલસીલાબધ્ધ ગુનાની તમામ કડીઓ એકત્ર કરવા હાલ પણ વધુ સાક્ષીઓ અને સાહેદોના નિવેદનો ક્રાઈમ બ્રાંચના પી.આઈ. ડી.બી. બારડ  લઈ રહયા છે. તપાસના લગભગ  આખરી તબક્કામાં અત્યંત સેન્સેટી મનાઈ રહયો હોવાનું જ સૂત્રો દ્વારા જાણવા મળ્યંુ હતું.  િજલ્લા એસઓજીના તત્કાલિન પી.આઈ. અજય દેસાઈએ પોતાની જ પત્નીનું ગળું દબાવીને ઠંડા કલેજે કરપીણ હત્યા કર્યા બાદ દોઢ માસ સુધી ગુજરાતભરની પોલીસને ગોળ ગોળ ફેરવી હતી. તેના કલંકિત કૃત્યમાં સીધો સાથ આપતા કોંગી અગ્રણી અને સામાજીક કાર્યકર કિરિટસિંહ જાડેજાની સીધી મદદગારીથી તો રાજકીય ક્ષેત્રે રીતસર હડકંપ મચી ગયો હતો.

 બંને આરોપી હાલ 11 િદવસના િરમાન્ડ પર અમદાવાદ ક્રાઈમબ્રાંચની પોલીસ કસ્ટડીમાં છે. અત્યંત ચાલાક અને કાયદા કાનૂનની તમામ આંટીઘૂંટીના જાણકાર પી.આઈ. દેસાઈ વિરૂધ્ધ મજબુત પુરાવા એકત્ર કરવાની કવાયત પોલીસ દિવસ રાત કરી રહી છે.  િરમાન્ડના બે િદવસ િરકંસ્ટ્રકશન બાદ વધુ સાક્ષીઓના નિવેદન નોંધવાની કામગીરી 3 િદવસથી અવિરત ચાલી રહી હોવાની જાણકારી સૂત્રોએ આપી હતી. તપાસ અિધકારી પી.આઈ. ડી.બી. બારડ સાથે વાતચિત દરમિયાન જણાવેલ કે, આરોપીઓ કોઈ રીતે છૂટી ના શકે તેટલા મજબુત પુરાવા મળી રહયા છે.

તપાસ લગભગ સેન્સેટીવ તબક્કામાં પહોંચી ચૂકી છે.  જેથી શકય તેટલા જલદી ગુનાહિત બનાવ અંતર્ગત વધુ સ્ફોટક હકિકતની ગણતરીના િદવસોમાં જાણકારી મિડિયાને આપશે. અત્યંત પ્રતિષ્ઠિત પદ ધનવૈભવ પ્રતિષ્ઠા અને આબરૂની ધૂળ ધાણી થઈ જતા બંને આરોપીઓ અત્યારે નરમઘેંસ જેવા બનીને પોલીસને શકયતાથી વધુ સહયોગ તપાસમાં આપી રહયા છે.

Most Popular

To Top