ટી.વી. માધ્યમ સોની ચેનલ દ્વારા દર શનિ-રવિ રાત્રે પ્રસારિત થતો ‘ઇન્ડિયા ગોટ ટેલેન્ટ’ એક અદ્દભૂત રોમાંચક, દિલધડક, સાહસ અને આત્મવિશ્વાસથી ભરચક કાર્યક્રમ નિહાળતા, દિલનાં રૂવાટા ઉભા થઇ જાય છે! જાંબાઝ કલાકારો દ્વારા મલખરા, ડાન્સ તથા સમૂહમાં પ્રસ્તુત થતી મનોરમ્ય કૃતિઓ થકી, ખરેખર ભારતીય યુવક-યુવતિઓમાં છૂપાયેલી ‘ટેલેન્ટ’ જોવા મળી રહી છે. આ પ્રકારનાં કાર્યક્રમોની પૂર્વ તૈયારી તથા પ્રશિક્ષણ અત્યંત જરૂરી હોય છે. જેના વિના સામાન્ય લોકોએ પ્રયાસ પણ ન કરવો જોઇએ.આવા કાર્યક્રમમાં જેજીસની પ્રસંશા તથા આલોચના પણ સુંદર હોય છે.આ પ્રકારની કાર્યક્રમોને ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રજૂ થાય એ માટેની સર્વ સુવિધા કલાકારો તથા કોચને આપવી જોઇએ જેથી ભારતીય નાગરિકોની ‘ટેલેન્ટ’ને પ્રોત્સાહન મળે અને ભારત દેશનું નામ દુનિયામાં ચમકતું રહે.
સુરત – દિપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભારતમાં રહેલી પ્રતિભાનો પરિચય ચકિત કરે છે
By
Posted on