Gujarat

વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી હિન્દુ યુવતીને દુબઈ મોકલી જિંદગી બરબાદ કરી

નડિયાદ: નડિયાદમાંથી (Nadiyad) લવ જેહાદની (Love Jihad) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદેશ લઈ જવાની લાલચ આપી વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતીને 4 માસ સુધી ઓરડીમાં ગોંધી રાખી હવસનો શિકાર (Rape) બનાવી હતી. હાલમાં પોલીસે (Police) વિધર્મી (Heretical) યુવક સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધી છે.

નડિયાદ શહેરમાં રહેતી અને નિર્સિંગ ભણેલી યુવતીને યાસર ખાન નામના વ્યક્તિએ લગ્નની લાલચ આપી વિદેશ લઈ જવાનું કહી યુવતી સાથે 4 માસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી યુવતી સાથે મિત્રતા બાંધી લીધા બાદ માત્ર ત્રણ દિવસમાં જ યુવતીને કોફી શોપમાં મળવા માટે બોલાવી લીધી હતી. ત્યાં તેને પ્રેમજાળમાં ફસાવી વિદેશ જવાના સપના બતાવી યુવતીને તેની જાળમાં ફસાવી લીધી હતી. ત્યાર બાદ લગ્નની લાલચ આપી યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

યાસર ખાને યુવતીને કહ્યું કે તારા માતા પિતાને અવું કહે કે તારે પોલેન્ડ નોકરી માટે જવાનું છે એમ કરી 5 લાખ લઈ આવ, ત્યાર બાદ આપણે દુબઈ જતા રહેશું અને ત્યાં જઈ લગ્ન કરી લેશું. યુવતીએ તેની વાત પર વિશ્વાસ કરી માતા પિતા પાસે 5 લાખ લઈ આવી હતી. જે બાદ યુવકે તેને એકલી જ દુબઈ મોકલી દીધી. યુવતીને જ્યાં ઉતારી હતી તે હોટલમાં દેહવેપાર થાય તેવી હોટલ હતી. પરંતુ એક ભારતીય વેઈટરે તેને તાત્કાલિક આ હોટલમાંથી જતા રહેવા માટે કહ્યું હતું. ત્યાંથી નીકળી યુવતી 15 દિવસ સુધી ભટકતી રહી હતી. યુવતીએ ગમે તેમ કરી પોતાને પરત લઈ જવાનું કહેતાં યુવકે ટિકિટ મોકલી તેને ભારત બોલાવી લીધી હતી. 

પરંતુ યાસર ખાને તેને ભારત બોલીવીને પણ તેના ઘરે ન મોકલી હતી. પણ તેને નડિયાદમાં જ એક રૂમમાં ગોંધી રાખી હતી. જ્યાં વિધર્મી યુવકે 4 માસ સુધી યુવતીનું શોષણ કર્યું હતું. યુવતીને નડિયાદમાં એક સોસાયટીમાં ભાડેના મકાનમાં ગોંધી રાખી હતી. જ્યારે યુવક બહાર જતો ત્યારે તે ઘરની બહાર તાળું મારીને જતો હતો. આખરે યુવતીએ હિંમત કરી વિધર્મી યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિધર્મી યુવક સહિત તેની મદદ કરનારા પરિવારના 8 અને મદદ કરનાર 2 સહિત 10 સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લવ જેહાદનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીને ફરજિયાત બુરખો પહેરવાનો, નમાજ પઢવાની, કલમા પઢાવાની ફરજ પણ પરિવાજનોએ પાડી હતી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો છે.

Most Popular

To Top