Business

‘ઈન્કમટેક્સ રિફંડ માટે નવું એકાઉન્ટ બનાવ્યું છે’, આવો ફોન આવે તો સાવધાન

સુરત : વિદેશમાં બેસેલા કેટલાક ખેપાની લોકોએ આવકવેરા વિભાગના (Surat Income Tax) લોગો અને કસ્ટમર કેર સર્વિસને મળતો નંબર બોગસ ટ્વિટર એકાઉન્ટ (Fake) બનાવી કરદાતાઓને (Tax Payers) છેતરવાનું શરૂ કરતાં આવકવેરા વિભાગે બોગસ ટ્વિટર એકાઉન્ટ અને કસ્ટમર કેર નંબર પર વિગતો નહીં આપવા કરદાતાઓને ચેતવ્યા છે.

  • બોગસ ટ્વિટર એકાઉન્ટ અને કસ્ટમર કેર નંબર પર વિગતો નહીં આપવા આવકવેરા વિભાગે કરદાતાઓને ચેતવ્યા
  • ‘વિભાગે તમારા રિફંડ માટે નવું એકાઉન્ટ બનાવ્યું છે, જારી કરાયેલા નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો’નો મેસેજ મોકલી ચીટર તત્ત્વોએ કરદાતાઓને છેતર્યા

આવકવેરા વિભાગે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા તમામ કરદાતાઓને વિશેષ માહિતી આપી છે કે નકલી આવકવેરા વિભાગના નામે ટ્વિટર પર નકલી એકાઉન્ટ ચાલી રહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, વિભાગે તમારા રિફંડ માટે નવું એકાઉન્ટ બનાવ્યું છે, અથવા અન્ય કોઈ કામ માટે, તમે જારી કરાયેલા નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો, પરંતુ આ પ્રોફાઇલ/નંબર, જે આવકવેરા વિભાગના સમર્થન/કસ્ટમર કેર તરીકે રજૂ કરવામાં આવી રહી છે, તે નકલી છે. તેથી આ નંબર પર કોલ કરશો નહીં અને તમારી વ્યક્તિગત, નાણાકીય અથવા અન્ય સંવેદનશીલ માહિતી શેર કરવાનું કહેતા કોઈપણ કોલ અથવા સંદેશાવ્યવહારનો જવાબ આપશો નહીં. તમારી માહિતી ફક્ત આવકવેરા વિભાગના વાસ્તવિક નંબર પર જ શેર કરો. અથવા ગ્રાહક કે વેપારીએ પોતાના સીએ.ની મદદ લેવી. આવકવેરા વિભાગે આ નકલી ટ્વિટર એકાઉન્ટને ડિલીટ કરવા ટ્વિટર ઈન્ડિયાને પણ જાણ કરી છે.

રેલવે ટિકિટનું પેમેન્ટ લઈ ચૂકવણું નહીં કરતાં છેતરપિંડીની ફરિયાદ દાખલ
સુરત: વોટ્સએપમાં તત્કાળ બુકિંગ પીએનઆર 100 % નામનું ગ્રુપ બનાવી સુરતથી બિહારની ટિકિટ બુકિંગના નામે લિંબાયતના શ્રમજીવી પાસેથી રૂ. 7920 પડાવી લેવાયા હતા. લિંબાયત પોલીસ દ્વારા ટાઉટ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ચાર ટિકિટ બુકિંગ કરાવ્યા બાદ રેલવે સ્ટેશન પર જતાં ટિકિટ જ બુક નહીં થઇ હોવાની વિગત જાણવા મળી હતી. વોટ્સએપ પર પેમેન્ટ અને આધાર કાર્ડ લઇને ટિકિટ બુક થઇ ગઇ હોવાનું ચીટરે જણાવ્યું હતું. આ મામલે લિંબાયતના મદીના મસ્જિદ નજીક મીરા રેસિડન્સીમાં રહેતા અઝરૂદ્દીન ઉસ્માનમીયા અંસારી (ઉં.વ.27) (મૂળ રહે., ચંદ્રા, નૈયદીહ, જિ.જમુઇ, બિહાર)ની પત્ની નાઝિયા ખાતુનના મોબાઇલના વોટ્સએપમાં એક તત્કાળ બુકિંગ પીએનઆર 100 % નામનું ગ્રુપ જનરેટ થયું હતું. અઝરૂદ્દીન પરિવાર સાથે 22 ઓક્ટોબરે વતન જવાનો હોવાથી ગ્રુપમાં સંજુ ટ્રાવેલનો નંબર હોવાથી તેના પર કોલ કરી સુરતથી કિયુલ (બિહાર) જવા માટે ચાર ટિકિટ બુકિંગ કરાવવા આધારકાર્ડના ફોટો વોટ્સએપ પર મોકલાવ્યો હતો. કોલ રિસીવ કરનારે ટિકિટનું અડધું પેમેન્ટ ફોન પે મારફતે મોકલ્યું હતું, પરંતુ ટિકિટ નહીં ફાળવતાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top