Charchapatra

પ્રોફેસરનાં પત્ની દાન કરે એ ઘટના, સમાજે ખૂબ ઊંચી આંકવી

‘શિક્ષણ સંસ્કાર’ની કોલમમાં કાર્તિકેય ભટ્ટે, ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના પીલવાઈ ગામની કોલેજમાં ભૂતપૂર્વ આચાર્યશ્રી જે.ડી.તલાટી સાહેબની વાત કાઢી છે. એમના પત્ની શ્રીમતી નલીનીબેને, મોડાસાની મેડિકલ કોલેજ માટે ચાર કરોડ રૂપિયાનું માતબર દાન આપ્યું છે. એક પ્રોફેસરનાં પત્ની આટલુ મોટુ દાન કરે તે ઘટનાને સમાજે ખૂબ ઊંચી આંકવી જોઈએ. ડૉ. જે. ટી. તલાટી સાહેબ અત્યારે આપણે વચ્ચે નથી. તલાટી સાહેબે 1960ની આજુબાજુ, પાટણ આર્ટસ અને સાયન્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોબ શરૂ કરેલી. તેઓએ કેમેસ્ટ્રીમાં પી.એચ.ડી. કરેલું. કોલેજના રસાયણ વિભાગના તેઓ વડા હતા.

ખૂબ રૂપાળા,ઊંચા, સ્લીમબોડી, ધીમુ બોલનાર એપ્રોફેસર વિદ્યાર્થીઓમાં ખૂબ જાણીતા અને માનીતા ‘તલાટી સાહેબ’ કહેવાતા હતા. હું 1964માં એ કોલેજમાં દાખલ થયેલો. તેઓ, સાયન્સના મારા બીજા વર્ષ એફ. વાય. સાયન્સમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી લેતા હતા. શિસ્તના ખૂબ આગ્રહી. એમના 45 મીનીટના પીરિયડમાં 120 વિદ્યાથીઓના કલાસમાં પીન ડ્રોપ સાયલન્સ પ્રવર્તનું રહેતું હતું. એમના ઘેરથી ત્રણેક કી.મી. દૂર આવેલી અમારી કોલેજમાં સાયકલ ઉપર આવતા હતા. વિજ્ઞાન વિભાગમાં બાયોલોજીના વડાશ્રી અધવર્યુ સાહેબ હતા. ફિઝિકસના વડા શ્રી અથવાવાલા (પારસી) સાહેબ હતા. તો ગણિત વિભાગના વડા ડૉ. એન. પી. ભામોરે સાહેબ હતા. આ બધા ઉત્તમ અધ્યાપકોના હાથ નીચે ભણવાનો લ્હાવો મને મારા ભાગ્યવશ મળેલો.
સુરત –બાબુભાઈ નાઈ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top