બે અત્યંત શ્રીમંત ભાઈઓ હતા. ધનનો કોઈ અભાવ ન હતો. સાત પેઢીઓ સુધી ખાધા ન ખૂટે એટલું ધ્યાન હતું. બંને ભાઈઓએ વિચાર્યું કે દેશભરમાં તીર્થયાત્રાએ જઈએ, ઈશ્વરનાં દર્શન કરીએ, તીર્થ સ્થળોએ ભરપૂર દાન કરી દેવદર્શન કરી અને દાનનું પુણ્ય કમાઈએ. બંને ભાઈઓ દાન કરતાં ખૂટે નહિ એટલું ધન લઈને તીર્થયાત્રાએ જવા નીકળ્યા. ત્રણ દિવસની યાત્રા પછી એક તીર્થસ્થાન પર પહોંચ્યા. પરંતુ બંને ભાઈઓના દાન આપવાની રીત જુદી હતી. નાના ભાઈને પોતાની પાસેના ધનનું ઘણું અભિમાન હતું. તેણે મનમાં નક્કી કર્યું હતું કે ધન તો ઘણું કમાઈ લીધું. બસ, હવે આ ધન બધાને દાનમાં આપી ઘણું પુણ્ય કમાવું છે. નાનો ભાઈ તીર્થયાત્રાએ બસ દેવદર્શન કરી વધુ ને વધુ ગરીબોને દાન આપી પુણ્યનો ભંડાર વધારવા નીકળી પડ્યો.
તુરંત જ તેણે મંદિરમાં દર્શન કરી ભિખારીઓ વચ્ચે ધન વહેંચવાની શરૂઆત કરી દીધી. સારા, ખરાબ, પવિત્ર, અપવિત્ર, સ્વસ્થ, બિમાર નશેબાજ, કંઈ પણ જોયા વિના કંઈ પણ વિચાર્યા વિના, ધનની જરૂર છે કે નહીં, દાન મેળવવાને લાયક છે કે નહીં તે વિચાર્યા વિના નાનો ભાઈ બસ દાન આપ્યે જતો હતો. મનમાં પોતાના અહંકારને પોષતો જતો હતો કે જો મેં કેટલાં બધાં લોકોને દાન કર્યું. મેં કેટલું બધું દાન કર્યું. મેં કેટલું બધું પુણ્ય મેળવી લીધું.
આ બાજુ મોટા ભાઈ પણ સાથે જ તે યાત્રાએ આવ્યા હતા. તેણે સ્નાન કર્યું. મંદિરમાં જઈ દર્શન કર્યાં. તેણે મનમાં નક્કી કર્યું કે હું એકદમ જરૂરિયાતમંદ વ્યક્તિઓને જ અત્યંત ઉપયોગી હોય એવી વસ્તુઓ ધ્યાનમાં આપીશ. આમ વિચારીને મોટા ભાઈ કોઈને દાન આપતા ન હતા. યોગ્ય પાત્રને શોધી રહ્યા હતા. નાનો ભાઈ મોટા ભાઈની મજાક ઉડાડી રહ્યો હતો કે ‘તમે કંજૂસ છો. દાન આપતાં તમારો જીવ ચાલતો નથી.’ થોડો દૂર એક ગરીબ નિર્બળ ગૃહસ્થ, ધ્રૂજતાં ધ્રૂજતાં તેમની બાજુમાંથી પસાર થયા. મોટા ભાઈ તેની પાસે ગયા.
પોતાનો મોંઘો કોટ ઉતારીને પહેલાં ગૃહસ્થને આપ્યો અને કહ્યું કે ભાઈ, ઠંડીથી તારું શરીર બચાવ કારણ કે તારી પાછળ તારું કુટુંબ પણ રહેલું છે.મોટા ભાઈએ પૂજારીજી પાસેથી તે ગૃહસ્થની આર્થિક સ્થિતિ જાણી લીધી હતી. પુજારીએ જણાવ્યું હતું કે તે બેકાર છે. કોઈ કામ નથી પણ જો તક મળે તો મહેનત કરવામાં નહિ ચૂકે. મોટા ભાઈએ તેને ધંધો શરૂ કરવા થોડી મૂડી આપી. નાના ભાઈને સમજાયું કે દાનનું મહત્ત્વ તેના સાચા ઉપયોગમાં છે. માત્ર અહંકાર પોષવામાં નહીં.બંને ભાઈઓ દાન મેળવવા બીજા સુપાત્રની શોધમાં આગળ વધ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.