SURAT

ધો. 10 બોર્ડની પરીક્ષા પહેલાં સુરતના વિદ્યાર્થીઓ અંગે આવ્યા મોટા સમાચાર

સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા અપાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 3 હજારનો ઘટાડો નોંધાયો છે. આ વખતે સુરતના 76,878 વિદ્યાર્થી ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા આપવાના છે. જ્યારે ગત વર્ષે 80,141 વિદ્યાર્થી નોંધાયા હતા. વિદ્યાર્થીઓ ઘટી જવા પાછળનું મુખ્ય કારણ કોરોનાવાયરસની મહામારીની અસર જણાય આવે છે.

  • કોરોનાવાયરસની અસર શિક્ષણ બોર્ડની ધો.10ની પરીક્ષા પર દેખાઈ, સુરતના વિદ્યાર્થીઓમાં 3 હજારનો ઘટાડો
  • આ વખતે સુરતના 76,878 વિદ્યાર્થી ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા આપશે, ગત વર્ષે 80,141એ આપી હતી
  • બે વર્ષ પહેલાના લોકડાઉનમાં વતન જનારા પરપ્રાંતિયો સુરત ફર્યા જ નહીં, આખા રાજ્યના 3,658 વિદ્યાર્થી ઓછા થયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા અગામી 14મી માર્ચથી શરૂ થનારી છે. જેથી ગુજરાત શિક્ષણ બોર્ડે નવેમ્બર મહિનાથી જ ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ લેઇટ ફીની સાથે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આમ, ફોર્મ ભરવાની કાર્યવાહી સાતમી જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી. આ વખતે રાજ્યના ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા માટે 9,60,871 વિદ્યાર્થી નોંધાયા છે. જેની ગત વર્ષ સાથે સરખામણી કરીએ તો 3,658 વિદ્યાર્થી ઓછા છે.

સુરત શહેર-જિલ્લાની વાત કરીએ તો આ વખતે 3,268 વિદ્યાર્થીનો ઘટાડો નોંધાયો છે. સુરત શહેર-જિલ્લાના 76,878 વિદ્યાર્થી ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા માટે નોંધાયા છે. જ્યારે ગયા વર્ષે 80,141 વિદ્યાર્થી ધોરણ-10ની પરીક્ષા માટે નોંધાયા હતા. આમ, સૌથી વધારે વિદ્યાર્થીઓ સુરત શહેર જિલ્લામાંથી ઘટ્યા હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીઓ ઘટી જવા મામલે શિક્ષણવિદ ડો.અનીષા મહિડા સાથે વાત કરતા જણાયું હતું કે, કોરોનાવાયરસની મહામારીને કારણે લોકડાઉન અપાતાં જ સુરત શહેર અને જિલ્લામાં વસતા લાખો પરપ્રાંતિયો પોતાના વતન પરત ફર્યા હતા. જેમાંથી અમુક પરપ્રાંતિયો ફરી સુરત આવ્યા જ નથી. એટલે કે, કાયમ માટે સુરત છોડી દીધું હોવાનું જણાય છે. આમ, તે સમયે તેમના પરિવારમાં ધો. 7 અને 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ શાળા છોડવાની નોબત આવી હતી. જેની સીધી અસર હવે ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ-10ની પરીક્ષા પર દેખાય છે.

શ્રમજીવી વિસ્તારોમાંથી સૌથી વધારે વિદ્યાર્થીઓ ઓછા થયા
સેન્ટર 2022 2021 તફાવત

  • ડિંડોલી 5357 5053 304
  • ચલથાણ 1462 1269 193
  • પાંડેસરા 3273 3082 191
  • ઓરણા 441 260 181
  • પલસાણા 609 513 96
  • ગંગાધરા 553 492 61
  • સચિન 1766 1710 56
  • સાયણ 603 581 22
  • અરેઠ 509 488 21
  • કીમ 1175 1168 7
  • ઓલપાડ 759 755 4
  • ગામતળાવ ખુર્દ 196 214 -18
  • સેગવાછામા 296 315 -19
  • મહુવા-સુરત 507 527 -20
  • કડોદ 327 349 -22
  • મઢી 232 255 -23
  • વલવાડા 298 322 -24
  • ગોડસંબા 357 382 -25
  • માંગરોળ 646 679 -33
  • ભટાર 1253 1290 -37
  • માંડવી-સુરત 883 924 -41
  • અનાવલ 275 323 -48
  • કરચેલિયા 496 549 -53
  • દામકા 340 397 -57
  • કઠોર 1072 1131 -59
  • લવાછા 271 332 -61
  • સરભોણ 526 598 -72
  • સુરત રાંદેર 2886 2977 -91
  • અઠવા સુરત 3578 3669 -91
  • અમરોલી 4192 4286 -94
  • લિંબાયત 2562 2656 -94
  • કોસંબા 891 987 -96
  • ઝંખવાવ 376 477 -101
  • વાંકલ 721 827 -106
  • ઉમરપાડા 905 1013 -108
  • સુરત નોર્થ 1471 1588 -117
  • કામરેજ 3113 3244 -131
  • સુરત ભાગળ 993 1150 -157
  • બારડોલી 2031 2223 -192
  • સુરત નાનપુરા 1634 1831 -197
  • અડાજણ 3055 3264 -209
  • વેડ રોડ 3388 3624 -236
  • એલ.એચ.રોડ 3039 3307 -268
  • પુણા ગામ 4714 5010 -296
  • સુરત વરાછા 5562 5869 -307
  • કતારગામ 3643 4078 -435
  • ઉધના 3642 4212 -570

કુલ વિદ્યાર્થીઓની સંખ્યા

  • રેગ્યુલર વિદ્યાર્થી-76,878
  • પ્રાઇવેટ વિદ્યાર્થી-1188
  • રિપિટર વિદ્યાર્થી-10085
  • પ્રાઇવેટ રિપિટર વિદ્યાર્થી-285
  • આઇસો(પૃથ્થક) વિદ્યાર્થી-1817

Most Popular

To Top