તાજેતરમાં ‘બ્રહ્મમોસ’ મિસાઈલ અંગેના એક કાર્યક્રમમાં ટોચના એન્જીનિયરો અને વિજ્ઞાનીકોની હાજરીમાં ભારતના રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહે શબ્દો ઉચ્ચાર્યા કે ભારત બ્રહ્મોસ મિસાઈલ બનાવવા માંગે છે જેથી પડોશી શત્રુ દેશો આપણી સામે આંખ ઉંચી ન કરી શકે ! એમણે ટોચના વિજ્ઞાનીકોની હાજરીમાં જે શબ્દો ઉચ્ચાર્યા તેમાં એમનું સંરક્ષણ ઉત્પાદનો અંગેનું ઘોર અજ્ઞાન પ્રગટ થાય છે. કારણકે ભારત અને રશિયાના સંરક્ષણ સહકાર અંતર્ગત યુ.પી.એ સરકારના સમયથી (2010થી) ભારતીય સંરક્ષણ દળો માટે બ્રહમોસ મિસાઈલોનું ઉત્પાદન થાય જ છે. અને ભારતના ત્રણેય સુરક્ષાદળો ભુમિદળ-હવાઈદળ અને નૌકાદળ માટેના વર્જનો હાલ તમામ મોરચે તૈનાત છે. નૌકાદળની મોટા ભાગની ડીસ્ટ્રોયરો હવાઈ દળના લડાયક વિમાનો અને ભૂમિદળની સ્કવોડનોમાં બ્રહ્મોસ મિસાઈલ સેવામાં છે અને સમુદ્રમાં સરકતી આપણી સબમરિનો અને સમુદ્રમાં ઉભા કરાતા લોખંડી સીલો (ગુપ્ત ર્ભુગળા)માંથી બ્રહ્મોસ મિસાઈલો છોડવા બાબતનું સંશોધન હાલ ચાલુ છે. જેનું પુરુ જ્ઞાન કે જાણકારી મોદીજીના સંરક્ષણ મંત્રીને નથી ! આપણું બ્રહ્મોસ મિસાઈલ સુપર સોનીક વેગ ધરાવે છે જેના જવાબમાં ચીને હાઈપર સોનીક (વધુ ઝડપી) મિસાઈલો બનાવી પોતાના શત્રુ દેશો સામે ગોઠવી દીધા છે. અર્થાત આપણાં બ્રહ્મોસ મિસાઈલોનું એકચક્રી સર્વોપરી શાસન હવે સમાપ્ત થવા પર છે. આપણાં રક્ષામંત્રીને આધુનિકમાં આધુનિક શસ્ત્રોની જાણકારી હોવી જરૂરી બને છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
