વડોદરા : સરકારી કચેરીઓ હવે સ્માર્ટ બની ચુકી છે સ્વછતા મામલે સરકારી બાબુઓ પણ સજાગ બન્યા છે. ઓફિસો ની આજુબાજુ દબાણો, ગંદકી સહિત સાફ સફાઈ અને ઓફિસો ના મેદાન મા આવેલ બગીચાઓ લીલાછમ જોવા મળતા થયા છે. પરંતુ વડોદરા ના જિલ્લા પંચાયત ની વડી કચેરી જાણે કે ભંગાર નું ગોડાઉન બની ગયુ છે. પાર્કિગ મા જુના પુરાણા વાહનો નજરે પડૅ છે ઠેર ઠેર કચરા ના ઢગલા મળ્યા હતા જિલ્લા પચાયત ના એક સભ્ય એ જણાવ્યું હતું કે આ બાબતે સામાન્ય સભા તેમજ લાગતા વળગતા અધિકારી ને વારંવાર ફરિયાદ કરવા મા આવી છે તેમ છતાં કોઈ કામ કરવામાં આવતું નથી. જેના કારણે પારાવાર ગંદકી જોવા મળે છે બિલ્ડીંગ નું નવીની કરણ કરવું હવે જરૂરી બન્યું છે. કારણ કે છત મા થી પોપડા ખરતા જોવા મળે છે સફાઈ તેમજ બિલ્ડીંગ ની જાળવણી માટે લાખો કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવા મા આવે છે તેમ છતાં જિલ્લા પંચાયત ની બિલ્ડીંગ નું નવીનીકરણ કે મરામત કરવા મા આવતી નથી. આ ગ્રાન્ટ નું શું થાય છે. ક્યાં ઉપયોગ કરવા મા આવે છે. તે કઈ સમજ મા આવતું નથી.
વડોદરા જિલ્લા પંચાયતની વડી કચેરીની ઓળખ એટલે ‘ભંગારનું ગોડાઉન’
By
Posted on