Charchapatra

પરમતત્ત્વની ઓળખ

આપણે કોઇ આમાંથી બાકાત નથી. નાના બાળકથી શરૂ કરીને પુખ્તવયના વૃધ્ધ માણસ સુધી સૌને પરમતત્ત્વનો અસ્તિત્વનો ઉપયોગ ભય માટે કરવામાં આવે છે. દોષ લઇ પાપ લાગે ચિત્ર ગુપ્તનો ચોપડો અને કયામતનો દિવસ જેવી કલ્પનાઓ માણસને ડરાવે છે. આ ડરને કારણે માણસ પોતાનાથી સુપિરિયર ઊંચુ મજબૂત વધુ બળવાન એવું કોઇ અસ્તિત્વનો કે અસ્તિત્વનો આભાર માનવાનું યાદ આવતુ નથી. તકલીફ મુશ્કેલી કે પોતાને કંઇક જોયતુ હોય ત્યારે બાધા-આખડી હોમ-હવન જયોતિષ અને બાધા-સાધુઓ યાદ આવવા લાગે માણસ છે તો ઇચ્છા છે, ઇચ્છા છે તો સરખામણી છે.

સરખામણી છે તો ઇર્ષા છે. વળી અદેખાય છે તો બીજાને પછાડવાની, હરાવવાની અને બીજાથી ઉપર-આગળ નીકળી જવાની ઝંખ છે. જો ઇશ્વર છે એના ગમા-અણગમા પાપ-પુણ્ય છે કર્મ ફળ છે એમાથી છુટવા માટેની એ વિચિત્ર પરિસ્થિતિએવી ગૂંચવણ જે એક જાળ બનીને સમગ્ર માનવજાતને બાંધી છે. આ અંધશ્રદ્ધાની એવી પરંમપરા કે જયાંથી પાછા ફરવુ મુશ્કેલ છે. સુરજ આથમે છે. ફરી ઊગે છે, વિજ્ઞાન સમજાવી શકે છે.

છતા વિજ્ઞાન પાસે પણ કેટલાક સવાલોના જવાબ નથી મળતા કે એ સવાલો પરમતત્વ સાથે જોડાયેલા છે. મૃત્યુપછી શું. જન્મ પહેલા જીવન કયાં જન્મ કયારે એના જવાબ વિજ્ઞાન પાસે નથી કારણ કે અસ્તિત્વ એ કેટલાક મુદ્દા પોતાની મુઠ્ઠીમાં પકડી રાખ્યા છે. આ નહીં સમજાતી બાબતો માણસને પરમતત્વની સામે જીવવાની સમજણ આપે છે. આ સત્ય જે ક્ષણે સમન્નવય એ ક્ષણે પરમતત્વના અસ્તિત્વની ઓળખ થાય છે. જે શાશ્વત છે કોઇ અસુરક્ષા નથી ક્રોધ, તિરસ્કાર વ્હાલા-દવલાં કે પક્ષપાત નજર એ જતો જીવનનો સાક્ષાતકાર છે.
ગંગાધરા- જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હડતાળીયા લોકો તેમની માનસિકતા બદલે
સુરતમાં તાજી-તાજી જ બીજા હડતાળ પાડી તે સુરત અને તાપી જિલ્લા પેટ્રોલ પંપ ડિલર એસો.એ તેમના કમિશનની માંગ બાબતે હડતાળ પાડી જેમાં એક વાત એ પણ હતી કે વાહનચાલકોએ હવા ભરવાના મશીન પરથી પોતે જાતે હવા ભરવાની સજા જાહેર કરી આ સજાનો ભોગ બહુધા સીનીયર સીટીઝન અને વર્કિંગ વૂમનને બનવું પડયું. રીક્ષા કે બસની હડતાળ પડે તો મુસાફરોને સજા, વકીલો હડતાળ પાડે તો અસીલોને સજા, ડોકટર કે હોસ્પિટલ હડતાળ પાડે તો દર્દઓને સજા, સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓ હડતાળ પાડે તો કરદાતાઓને સજા, બને છે જેમાં પાડાને વાંકે પખાલીને ડામ જેવી જ પરિસ્થિતિ સર્જાય છે. હડતાળીયાઓએ આમ કરવાથી તેમની સમસ્યાનું નિરાકરણ કદાચ મળી પણ જતું હશે પણ હડતાળ દરમિયાન હાલાકી ભોગવનારનું શું ?
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top