આ શહેરના દવાખાનાના કમ્પાઉન્ડર તરીકે સેવા આપતા એક બહેનની મુખેથી જે વાત મને જાણવા મળી ત્યારે હું દંગ રહી ગયો. એ ગરીબ બહેન એમના ઓટલા પર બેસી શાકભાજી વેચવાનો ધંધો કરે. એના પતિ ખાનગી પેઢીમાં નોકરી કરે. આજની મોંઘવારીના જમાનામાં બે દીકરા દીકરી ભણાવવવાના ઘરનો કારભાર ચલાવવાનો અસહ્ય થઈ ગયો. એમનું દર્દ ડોક્ટર સમજી ગયા ડોક્ટરે રાખી લીધી. બહેન થોડુંક ભણેલા હતા એટલે આ કામ ફાવી ગયું. સમયની સાથે એ બહેન ડોક્ટરની સાથે રહીને એમના પુરેપુરા સહયોગી બની ગયા. વર્ષોની નોકરી દરમિયાન એ બહેને દીકરા, દીકરીને ભણાવ્યા. ડો. સાહેબે પણ એમનાથી બનતી તમામ સહાય સાથે સેવા આપી. એમના દુખમા ભાગીદાર બન્યા. આજે દીકરા દીકરી ભણી ગણીને ઊંચા પગારની નોકરી કરે છે. એ રીતે પેલી બહેનના જીવનમાં વસંત આવી. હજુ આજના કળયુગના જમાનામાં માનવતા મરી પરવારી નથી. રામાયણ-મહાભારત જેવા પવિત્ર ગ્રંથ પર ડોક્ટર સાહેબ જાહેરમાં પ્રવચન આપે છે. એમનો વાણી વર્તન વહેવાર પણ ઊંચા દરજ્જાનો છે. તેઓ ગરીબ દર્દીઓને મફત સેવા આપે છે.
સુરત – જગદીશ પાનવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એક ડોક્ટરની માનવતા
By
Posted on