Business

હબલ અવકાશ ટેલિસ્કોપે નેપ્ચ્યુન ગ્રહ સુધીનું અંતર તય કર્યું

હબલ અવકાશ ટેલિસ્કોપે વર્ષ 2019થી વર્ષ 2021ના સમયગાળામાં 5 લાખ 50 હજારથી પણ વધારે અવલોકનો લીધા હતા.
આજથી આશરે 30 વર્ષથી વધારે સમય પહેલાં જયારે 24મી એપ્રિલ વર્ષ 1990ના રોજ ડીસ્કવરી શટલ હબલ ટેલિસ્કોપને 24મી એપ્રિલ 1990ના રોજ હબલ ટેલિસ્કોપને અવકાશમાં લઇ ગઇ હતી. ત્યારથી અત્યાર સુધીમાં આ હબલ ટેલિસ્કોપે બ્રહ્માંડને આપણે જે રીતે સમજયા છે, તે આપણી માન્યતાને બદલી નાંખી છે. તેણે વર્ષ 2019થી વર્ષ 2021ના સમયગાળામાં પાંચ લાખ પચાસ હજાર અવલોકનો લીધા છે. ફિલહાલ અત્યારે પણ આ હબલ ટેલિસ્કોપના સાધનો સુપેરે કાર્યરત હોઇ આ હબલ ટેલિસ્કોપ હજુપણ ઓછામાં ઓછુ વર્ષ 2025 સુધી બ્રહ્માંડનું સંશોધન કરવાનું કામ જરૂર આગળ વધારશે.

હબલ અવકાશ ટેલિસ્કોપે આપણી સૂર્યમાળાના અતિવિખ્યાત પ્રતિવંટોળનો પીછો કર્યો હતો.
આપણી સૂર્યમાળામાં જે પ્રતિવંટોળ ફૂંકાયો હતો તે આપણી સૂર્યમાળાના પાંચમા ક્રમના ગ્રહ ગુરૂની સપાટી પર રાતા રંગના ધાબારૂપે વ્યકત થયો હતો. હબલ અવકાશ ટેલિસ્કોપે આ પ્રતિનો પીછો કરીને તેની વર્ષ 1995 દરમ્યાનની પરિસ્થિતિ (1995/ડબલ્યુએફપીસીટી), વર્ષ 2009ની સ્થિતિ (2009 ડબલ્યુ એફ સી3/યુવીઆઇએસ) અને વર્ષ 2014ની સ્થિતિ (2014 ડબલ્યુ એફસી3/યુવીઆઈએસ)ના ફોટાઓ લીધા હતા. આ ફોટાઓમાં તે વંટોળ ધીમે ધીમે ઓસરી રહેલો જણાયો હતો.

હબલ ટેલિસ્કોપ બ્રહ્માંડ કેટલા દરથી વિસ્તરણ પામી રહ્યું છે, તે શોધ્યું
હબલ અવકાશ ટેલિસ્કોપે મહાવિસ્ફોટ થઇને આપણું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યા પછી આજદિન સુધીની તેની ઉંમર 13 અબજ 80 કરોડ બતાવી છે આ ઉંમર આપણી પૃથ્વીની ઉંમર કરતા ત્રણ ગણી છે. વળી હબલ ટેલિસ્કોપ એ બ્રહ્માંડ કેટલા વેગથી વિસ્તરણ પામી રહ્યું છે તે સુનિશ્વિત કરી આપવામાં પણ મદદરૂપ થયું હતું. વળી તેણે એ પણ શોધ કરી હતી કે પ્રત્યેક મોટા કદની ગેલેકસીને તેના કેન્દ્રિય ભાગમાં બ્લેકહોલ હોય છે. તેણે ‘ડાર્ક મેટર’ (અદૃશ્યમાન દ્રવ્ય)નો પરિમાણિય નકશો પણ બનાવ્યો છે.

ડાર્ક ઊર્જા આપણા બ્રહ્માંડના વિસ્તરણ પાછળનું કાર્યરત પરિબળ છે
ડાર્ક દ્રવ્ય (ડાર્ક મેટર) ગેલેક્સીઓને સાથે લાવી રહ્યું છે. જયારે ડાર્ક ઉર્જા આપણા બ્રહ્માંડના વિસ્તરણ પાછળ કાર્યરત પરિબળ છે. એ કંઇક આશ્ચર્યજનક જરૂર છે કે આપણું બ્રહ્માંડ એવા કંઇક પદાર્થનું બનેલું છે, જેના વિશે આપણે કંઇ જાણતા નથી.

હબલ અવકાશ ટેલિસ્કોપે નેપ્ચ્યુન ગ્રહ સુધીનું અંતર તય કર્યું
– હબલ અવકાશ ટેલિસ્કોપ હાલમાં ૧૭૫૦૦ માઇલ પ્રતિ કલાકની ગતિથી આગળ વધી રહ્યું છે અને તેણે આપણી પૃથ્વીથી સૂર્યમાળાના છેલ્લા ગ્રહ નેપ્ચ્યુન ગ્રહ વચ્ચેનું જે અંતર છે, તેટલા અંતરને તય કરી લીધું છે.
– હબલ અવકાશ ટેલિસ્કોપે સમયના અતીતમાં આપણી પૃથ્વીથી ૧૩ અબજ ૪૦ કરોડ પ્રકાશ વર્ષ દૂર આવેલા સ્થળો સુધી ઝાંકી લીધું છે.
વર્ષ ૧૯૯૦ થી જયારથી આ અવકાશ મિશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારથી અત્યાર સુધીમાં તેણે ૧૩ લાખ અવકાશી અવલોકનો લઇ લીધા છે.
– વર્ષ ૨૦૦૩ સુધીમાં ૨ ચોરસ અંશ ક્ષેત્ર પર હબલ અવકાશ ટેલિસ્કોપે ૨૦ લાખ ગેલેકસીઓને આવરી લઇ હોઇ, આ ‘કોસમિક ઉદ્વિકાસ સર્વે એ તેનો અત્યાર સુધીનો મોટામાં મોટો સર્વે છે.
– ‘એમ ૮૧’ ગેલેકસીમાં ‘સેફીડ’ ચલાયમાન તારાઓનું માપન એ ‘કોસમિક અંતર નીસરણી’ના એક પગથિયાની રચના કરવામાં મદદરૂપ થયું છે, જેનો બ્રહ્માંડની અત્યાર સુધીની ઉંમર નકકી કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.હબલ અવકાશ ટેલિસ્કોપને નેપ્ચ્યુન ગ્રહ પર વંટોળ ‘સ્કૂટર’ ફૂંકાતો જોવા મળ્યો.
નાસાએ રવાના કરેલા ‘વોયેજર ૨’ અવકાશયાનને પહેલી જ વાર ૨ જી નવેમ્બર, વર્ષ ૧૯૯૪ ના રોજ નેપ્ચ્યુન ગ્રહ પર ‘ગ્રેડ ડાર્ક સ્પોટ’ (મોટુંમસ કાળુ ધાબુ) જોવા મળ્યું હતું, પર ત્યાર પછી તે ધાબુ હબલ ટેલિસ્કોપને અત્યાર સુધી જોવા મળ્યું નથી. તેને બદલે હબલ ટેલિસ્કોપને નેપ્ચ્યુન ગ્રહ પર નવો વંટોળ ફૂંકાતો હોવાનું જણાયું છે. આ વંટોળને વિજ્ઞાનીઓએ ‘સ્કૂટર’ નામ આપ્યું છે.
નેપ્ચ્યુન ગ્રહ પરનો તે વંટોળ ખરેખર તો નેપ્ચ્યુન ગ્રહના ‘ગ્રેટ ડાર્ક સ્પોટ’ (મોટા મસ કાળા ધાબા) થી વધારે દક્ષિણમાં આવેલું વાદળાઓનું જૂથ  છે.

નાસાએ ‘જેમ્સ વેબ ટેલિસ્કોપ’ને અવકાશમાં રવાના કર્યું
અમેરિકાની ‘નેશનલ એરોનોટીકસ એન્ડ સ્પેસ એડમીનીસ્ટ્રેશન’ (નાસા) દ્વારા અવકાશમાં ‘જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’ (જે ડબલ્યુ એસટી)ને અવકાશમાં રવાના કરવામાં આવ્યું છે. આ ‘જે ડબલ્યુ એસટી’ ટેલિસ્કોપને નાસાએ આવનારા દશકાની આગળી વેધશાળા ગણાવી છે. આ ‘જે ડબલ્યુ એસટી’ ટેલિસ્કોપને હબલ અવકાશ ટેલિસ્કોપનું અનુગામી ગણવામાં આવે છે. આ ‘જેડબલ્યુએસટી’ વેધશાળા પાછળ નાસાના નેતૃત્વ હેઠળ ‘યુરોપીઅન અવકાશ એજન્સી’ (ઇએસએ) અને ‘કેનેડીઅન અવકાશ એજન્સી’ સહકારથી કામ કરશે. આ ટેલિસ્કોપને યુરોપિયન અવકાશ એજન્સીના ફ્રેન્ચ ગુયાના લોંચ આધાર પરથી ‘એરીઅન ૫’ રોકેટની પીઠ પર બેસાડીને અવકાશમાં રવાના કરવામાં આવ્યું હતું.

આ ‘જેડબલ્યુએસટી’ ટેલિસ્કોપ પૃથ્વી સૂર્ય પ્રણાલિના બીજા લાગ્રાન્જીઅન બિંદુ આગળ સ્થાયી થશે
અવકાશમાં તરતુ મુકાયાની ૨૭ મિનિટો પછી ૧૪,૦૦૦ પાઉન્ડ વજન ધરાવતું આ સાધન રોકેટના ઉપરના સ્ટેજ ઉપરથી છૂટું પડી ગયું હતું. જેમ જેમ તે આગળ વધશે, તેમ તેમ તે ટેબલ ટેનીસના નાના મેદાન જેવા વિસ્તારમાં ફેલાતું જશે! અવકાશમાં બે અઠવાડિયા મુસાફરી કર્યા પછી આ અવકાશી વેધશાળા પૃથ્વીથી ૧૬ લાખ કિ.મી. ઉપર સૌર પરિભ્રમણ કક્ષામાં પહોંચશે. આ ટેલિસ્કોપ પૃથ્વી સૂર્ય પ્રણાલિના બીજા નંબરના લાગ્રાન્જીઅન બિંદુ આગળ સ્થાયી થશે. જયારે પૃથ્વી અને આ ટેલિસ્કોપ બંને તેમના સૂર્યની આસપાસના પરિભ્રમણને આધીન હશે ત્યારે આ ‘જેડબલ્યુએસટી’ ટેલિસ્કોપનો વિશિષ્ટ પરિભ્રમણ માર્ગ તેને પૃથ્વી સાથે સતત સંપર્કમાં રાખશે. આ ટેલિસ્કોપનો પ્રાથમિક અરીસો સોનાનો ઢોળ ચઢાવેલી બેરીલીઅમ ધાતુના ૧૮ ષટ્‌કોણિય ટૂકડાઓનો (ખંડો)નો બનેલો છે જે તેને હબલ ટેલિસ્કોપ કરતા વધારે દૂરના અંતરો સુધી જોવાની અને સમયના અતીતમાં ઝાંકવાની સગવડ પૂરી પાડે છે.

Most Popular

To Top