વડોદરા : ફાઈનાન્સિયલ મંથ માર્ચમાં જ મોંઘવારીએ માઝા મૂકી છે.પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ બાદ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ બગડ્યું છે. તેલ બાદ રાંધણ ગેસ અને મરચાં મસાલામાં વધારાની સીધી અસર રસોઈ પર પડી રહી છે બીજી તરફ આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એક વખત 100ને પાર થાય તેવી સંભાવનાને લઇ મોંઘવારીની ચિંતા લોકોને ડરાવી રહી છે. મોંઘવારી નો માર સહન કરતા લોકોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે પેટ્રોલ-ડીઝલ બાદ હવે રાંધણ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ વધતો જતો ભાવ લોકોની મુશ્કેલીને વધારી રહ્યો છે આમ તો માર્ચ મહિનો ફાઈનાન્સિયલ મહિનો મનાય છે આ મહિનામાં આવક જવકના લેખાજોખા થાય છે પરંતુ માર્ચ મહિનામાં જ મોંઘવારીએ માઝા મૂકતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે ઉપરાંત તેલ બાદ રાંધણગેસ સહિત ચીજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થતાં રસોઈનો સ્વાદ હવે ફીકો પડી રહ્યો છે એવામાં મધ્યમ વર્ગની હાલત પડતા માટે પાટા જેવી થઈ રહી છે આવનાર સમયમા પેટ્રોલ-ડીઝલ ની કિંમત ફરી એક વખત 100ને પાર કરી જાય તેવી શક્યતાઓએ લોકોની ચિંતા વધારી મૂકી છે તેમજ આવનાર સમયમાં મોંઘવારીને કારણે લોકોનું જીવન દુષ્કર કરી મૂકશે તેની ચિંતા પણ સતાવી રહી છે ત્યારે વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા સરકારે ઠોસ કદમ લેવા પડશે તેવી લોકોની લાગણી છે સાથે જ બગડતા જતા બજેટ અને સુધારવા મોંઘવારીના દરમાં ઘટાડો થાય તે પણ એટલું જ જરૂરી છે.
વિધાનસભાની ચૂંટણીમાં પણ મોંઘવારીનો મુદ્દો ગાજશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ભાજપ સરકાર માટે વધતી જતી મોંઘવારી ચિંતાનો વિષય બની શકે છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોંઘવારીનો પણ મુદ્દો હશે તેવું રાજકિય નિષ્ણાંતો માની રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ રાંધણગેસના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી ભાજપ સરકારને ઘેરવા માટે તૈયાર છે અને આવનાર દિવસોમાં મોંઘવારી વિરુદ્ધ આંદોલનના કાર્યક્રમો પણ થશે તેવી શક્યતાને નકારી શકાતી નથી તેવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોંઘવારીના મુદ્દે સરકાર ને ભીંસમાં લેવાનો પણ વિપક્ષો ભરપૂર પ્રયાસ કરશે ત્યારે આ મુદ્દે ભાજપ કેવી રીતે સરકારનો બચાવ કરે છે તે પણ જોવું રહ્યું,
મરચા-મસાલામાં 20થી 25 ટકાનો ભાવ વધારો
વધતી જતી મોંઘવારી વચ્ચે ગૃહિણીઓનું આ વર્ષ પર્સ વધુ ઢીલું થઇ શકે છે મરચું જીરું સહિત અનેક મસાલાઓમાં 20 થી 25 ટકાનો ભાવ વધારો થયો છે હજુ સિઝનલ ઘરાકી શરૂ થઈ નથી તે પહેલાં જ ભાવ વધારાને લઇ ગૃહણીઓની ચિંતા વધી છે ચાલુ વર્ષે પડેલા માવઠાને કારણે પણ મસાલાઓમાં નુકસાન થતા ભાવ વધારો કરવાની ફરજ પડી હોવાનું મનાય છે જોકે મસાલા ના ભાવ વધતા સ્વાદના શોખીનોના જીભનો ટેસ્ટને અસર થઈ
શકે છે.