National

VIDEO: હોસ્પિટલે બે કલાક સુધી વ્હીલચેર ન આપતા આખરે મજબૂર દીકરો બાપને ખેંચીને લઈ ગયો..!

કોઈમ્બતૂરઃ તમિલનાડુના કોઈમ્બતૂરથી એક હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં સરકાર જનરલ હોસ્પિટલમાં એક દીકરો પોતાના બિમાર પિતાને ફ્લોર પર ઢસડીને લઈ જતો નજરે પડે છે. કારણ કે બે કલાક સુધી રાહ જોયા બાદ પણ હોસ્પિટલ પ્રશાસન તરફથી વ્હીલચેર ઉપલ્બ્ધ કરાવાઈ નહોતી.

તમિલનાડુના કોઈમ્બતૂરથી એક હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં સરકાર જનરલ હોસ્પિટલમાં એક દીકરો પોતાના બિમાર પિતાને ફ્લોર પર ઢસડીને લઈ જતો નજરે પડે છે. કારણ કે બે કલાક સુધી રાહ જોયા બાદ પણ હોસ્પિટલ પ્રશાસન તરફથી વ્હીલચેર ઉપલ્બ્ધ કરાવાઈ નહોતી.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દીકરો પોતાના પિતાને ફ્લોર પર ઢસડીને હોસ્પિટલની અંદર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે. હોસ્પિટલમાં હાજર લોકો આ દ્રશ્ય હૈરાનીપૂર્વક જોઈ રહ્યાં છે.

વિપક્ષના નેતા નૈનાર નાગેન્દ્રને આ ઘટનાને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું કે પહાડી વિસ્તારોમાંથી દર્દીઓને કપડાના સ્ટ્રેચર પર લાવવામાં આવે છે. હવે તો મલ્ટી સ્પેશ્યિલીટી હોસ્પિટલોમાં પણ દર્દીઓને ઢસડવામાં આવી રહ્યાં છે. શું આ જ છે સરકારની વિશ્વ પ્રસિદ્ધ આરોગ્ય વ્યવસ્થા?

નાગેન્દ્ર એ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને કહ્યું કે સરકાર કમસે કમ પોતાના કાર્યકાળના અંતમાં જાહેરાતના દેખાડા છોડી વાસ્તિવકતામાં આરોગ્ય સેવાના સુધારની દિશામાં કામ કરવું જોઈએ. સામાન્ય પ્રજાને હોસ્પિટલોમાં સન્માનપૂર્વક ઈલાજ મળવો જોઈએ. આ ઘટના સ્વાસ્થ્ય વ્યવસ્થાની ખામીઓને દર્શાવે છે. તે કડવી વાસ્તવિકતાનું સાચું ચિત્ર છે. લોકો કહે છે કે આવા મામલાઓ પર ધ્યાન આપી સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં અન્ય કોઈ દર્દી કે તેના પરિવારજનોએ આવી તકલીફો વેઠવી નહીં પડે.

Most Popular

To Top