Charchapatra

કામદાર રાજય વીમા યોજનાની સુરત ખાતેની હોસ્પિટલ બંધ થઈ ગઈ

સુરત ખાતેના 3 લાખ કરતાં વધારે કામદારો માટે રાજય સરકાર દ્વારા સંચાલિત કામદાર રાજયા વીમા યોજના હોસ્પિટલ રિંગરોડ પર આવેલ સીતા હોસ્પિટલ સરકાર દ્વારા ભાડે રાખી ચલાવવામાં આવતી હતી પરંતુ આજથી એક માસ પહેલા કોઈ કારણસર આ સંપૂર્ણ હોસ્પિટલ અચાનક બંધ કરી પાંડેસરા જી આઈ ડી સી ખાતે આવેલ ઈ એસ આઈ ની એક નાની ડિસ્પેન્સરીમાં આ આખે આખી હોસ્પિટલ શિફ્ટ કરી 9 થી 5 માત્ર ઓપીડી જ ચલાવવામાં આવે છે. અહી દર્દી ને દાખલ થવાની, ઓપરેશન ની કે સાંજે 5 વાગ્યા પછી ઇમર્જન્સ ની કોઈ જ સુવિધા નથી તેમજ આ કહેવાતી હોસ્પિટલ શહેર થી એટલી બધી દૂર છે કે વીમા કામદાર દર્દીઓ દવા લેવા પણ ત્યાં સુધી પહોંચી શકતા નથી.

હવે આજથી 20 દિવસ પહેલા ઇ એસ આઈ સી ઓફિસ અમદાવાદ દ્વારા આ હોસ્પિટલ ફરીથી સીતા હોસ્પિટલ રિંગ રોડ ખાતે શિફ્ટિંગ નો લેખિતમાં આદેશ થઈ ગયેલ હોવા છતા કોઈ અકળ કારણોસાર આજ દીન સુધી આ હોસ્પિટલ શિફ્ટ કરવામાં નથી આવી જેના કારણે દર મહિને લાખ્ખો રૂપિયા કપાવતા વીમા કામદારોને સાંજે 5 વાગ્યા પછી કે રાત્રે કોઈ ઇમર્જન્સ ઊભી થાય તો પાંડેસરા ખાતે આ હોસ્પિટલ બંધ હોવાથી અને દાખલ થવાની ઓપરેશન ની કે ઇમર્જન્સ સારવારની કોઈ જ સુવિધા નહી હોવાથી પોતાના ખર્ચે પ્રાઇવેટ હોસ્પિટલ માં કે પછી સિવિલ હોસ્પિટલ માં જવું પડે છે. તો આ બાબત નું તાત્કાલિક યોગ્ય નિરાકરણ આવે અને ફરીથી સીતા હોસ્પિટલ ખાતે સંપૂર્ણ હોસ્પિટલ શિફ્ટ થાય એવી વીમા કામદારોની માંગ છે.
સુરત – ઘણા બધા વીમા કામદારો વતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ફરસાણના ભાવ પર નિયંત્રણ જરૂરી
દશેરા પર ફાફડા અને જલેબીનું સુરતમાં ધૂમ વેચાણ થયું. ફાફડા અને શુદ્ધ ઘીની જલેબી રૂ ૫૦૦ ના ભાવે વેચાયાં. (ટકે શેર ખાજા.. ટકે શેર ભાજી..) ફાફડા કપાસિયા તેલ કે સીંગતેલમાં બનાવવામાં આવ્યા હતા તેનો ઉલ્લેખ કોઈ ફરસાણ વિક્રેતાએ કર્યો નહોતો. વર્ષો પહેલાં ફરસાણની દુકાનમાં ક્યા ખાદ્યતેલમાં ફરસાણ બનાવવામાં આવે છે તેનો ઉલ્લેખ બોર્ડ પર કરવાનું ફરજીયાત હતું. આ નિયમનું હવે પાલન થતું નથી. પહેલાંના સમયમાં શ્રાવણ મહિનામાં અને દિવાળીના તહેવારોમાં કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ફરસાણવિક્રેતા અને ઉત્પાદકોની મિટીંગ બોલાવવામાં આવતી હતી.

ગ્રાહકોને તહેવારોમાં વ્યાજબી ભાવે અને ગુણવત્તાયુક્ત ફરસાણ મળી રહે એની સૂચના આપવામાં આવતી હતી. પરિણામે ફરસાણના ભાવ પર નિયંત્રણ રહેતું હતું. આજે ફરસાણના ભાવો બેફામ વધી રહ્યા છે. ફરસાણના ભાવ પર સરકારી તંત્રનું કોઈ નિયંત્રણ રહ્યું નથી. દિવાળીના તહેવારોમાં લોકોને વ્યાજબી ભાવે ફરસાણ મળી રહે અને ફરસાણની દુકાન પર ક્યા ખાદ્યતેલમાં ફરસાણ બનાવવામાં આવ્યું છે તેના નિયમોનું ચુસ્તપણે પાલન થાય એ દિશામાં યોગ્ય કાર્યવાહી થાય એવી અપેક્ષા.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top