Vadodara

શહદ બ્રાન્ડ થકી ઘેર-ઘેર જઇને મધ વેચતા નાના વેપારીઓને આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકાવશે

વડોદરા: વડોદરાની ઉદ્યોગ સાહસિક બે મહિલાઓએ જંગલમાંથી મધ મેળવીને ઘેર ઘેર મધ વેચતા  પરિવારોને આર્થીક રીતે સધ્ધર કરવાનું બીડું ઝડપ્યું છે.પોતે કોરોનાગ્રસ્ત હતા તે દરમિયાન ઘરે મધ વેચવા આવેલા પરિવારને જોઇને પ્રેરણા મળી અને મધ વેચતા પરિવારોને આંતરરાષ્ટ્રીય ફલક પર બિઝનેસ મોડેલ તરીકે સ્થાપિત આત્મનિર્ભર કરવાનો સંકલ્પ કર્યો .વડોદરાની રાગી નાયર પટેલ અને સવિથા વી. એ મધ વેચતા પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે કામગીરી શરૂ કરીછે. મહિલા ઉદ્યોગ સાહસિક રાગી નાયર પટેલે જણાવ્યું હતું કે જુન માસમાં કોરોનાગ્રસ્ત હતી.ત્યારે  ઘરે ઓરિસ્સાનું પરિવાર રોજીરોટી માટે સંખેડાથી મધ લાવીને  તેને વેચીને પરિવવારમાટે રોજી મેળવી રહ્યું છે.જેઓ ભેળસેળ વગરનું ચોખ્ખું મધ આપે છે. ત્યારે બને ઉદ્યોગિક સાહસિક મહીલાઓએ  ઘરે ઘરે મધ વેચવા આવતા પરિવારોને આર્થિક રીતે સદ્ધર કરવા તેમના મધને શહદ બ્રાન્ડથી સ્થાનિક બજારમાં તેમજ મુબઇ અને દિલ્હી સુધી ન નફો ન નુકશાનથી વેચવાનું શરૂ કર્યું છે.

ગ્રામીણ વિસ્તારોમાં જંગલ માંથી મધ લાવીને ઘરે ઘરે ફરી મધ વેચતા પરિવારની આપવિતી સાભળી તેઓને તેઓની જ પ્રોડક્ટ એટલે કે મધને લોકો સુધી પહોચાડવા માટે બંને ઉદ્યોગ સાહસિક મહિલાઓ રાગી અને અને સવિથા એ ગ્રામીણ વિસ્તારમાંથી મધ વેચવા આવતા પરિવારોને  આત્મ નિર્ભર બનાવવા માટે તેમને સંગઠિત કરીને મધને શહદ બ્રાન્ડનું નામ આપીને મધ  વેચવાનું નક્કી કર્યું અને બી કપર્સ પાસેથી  200 કિલો મધની ખરીદી કરી છે તેમજ આવનાર દિવસોમાં વધુ મધ ખરીદીને અમે શહદ બ્રાન્ડથી  મુબઇ દિલ્હી તેમજ સ્થાનિક બજારમાં ન નફો ન નુકશાનના ધોરણે  વેચવાનું નક્કી કર્યું છે.

આગામી દિવસોમાં શહદ બ્રાન્ડનુ મધ સ્થાનિક સ્ટોરમાં જોવા મળશે. શહદ બ્રાન્ડ વિદેશોમાં એક્સપોર્ટ પણ કરવામાં આવશે.તેની પાર્ટનર  સવિથએ વધુમાં જણાવ્યું હતું કે મધપૂડા માંથી મધ એકઠું કરી મધ વેચતા 30 જેટલા પરિવારોને રોજગારી આપવા સાથે  મધના પેકિંગ સહિતના કામમા અન્ય 30 મહિલાઓને પણ રોજગારી આપવામાં આવી રહી છે. ઉદ્યોગ સાહસિક રાગી નાયર પટેલ અને સવિથા વી.ની આ જોડી આગામી દિવસોમાં શહદ ને એક પણ રૂપિયાના નફા વગર કોરોના મહામારીમાં ભાંગી પડેલા આ બી કીપર્સ ને આર્થિક રીતે મજબૂત કરીને સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરી રહી છે.

Most Popular

To Top