Vadodara

તાંદલજાના મકાનમાં લઇ જઇને વિધર્મીએ બળાત્કાર ગુજાર્યો

વડોદરા: શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિધર્મી યુવાનના ચુંગલમાં હિન્દૂ યુવતીઓ ફસાય હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત ગત સપ્તાહએ જ શહેરના બે પોલીસ સ્ટેશનમાં લવ જેહાદનો ભોગ બનેલી બે યુવતીઓએ વિધર્મી યુવાકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  ત્યારે લવ જેહાદના વધુ એક કિસ્સામાં વિધર્મી યુવાન દ્વારા હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી ઇમોશનલ બ્લેકમેલ કર્યાબાદ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વિધર્મી યુવાન યુવતીને જણાવતો હતો કે, મારી સાથે રહેવું હોય તો મારી ગાડીમાં તારે બુરખો પહેરીને બેસવું પડશે અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. ફતેગંજ પોલીસે આરોપીની અટકાયત કરી કોરોના તજવીજ કર્યાબાદ ધરપકડ કરી વધુ કાર્યવાહી તપાસ હાથ ધરી છે.

શહેરમાં ફતેગંજ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો છે. વર્ષ-2019ના ડિસેમ્બર મહિનામાં નાગરવાડા વિસ્તારની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, ત્યારે નાગરવાડા શાકમાર્કેટ પાસે રહેતો સોહિલ સાજીદ શેખ વારંવાર પીછો કરતો હતો. જેથી તે સમયે યુવતીએ તેની સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ આપ્યાબાદ વર્ષ-2020ના ફેબ્રુઆરી મહિનામાં વિધર્મી યુવક સોહિલે યુવતીનો સોશ્યિલ સાઈટ ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરીને જણાવ્યું હતું કે, હું તને પ્રેમ કરું છું, હું તારા વગર જીવી શકું નહીં. બાકી પછી જે થાય તે તું જોઇ લેજે. તેમ જણાવી ઇમોશનલ બ્લેકમેલ કરીને અવારનવાર નાગરવાડા, ફતેગંજ કોન્વેન્ટ સ્કૂલ પાછળ બોલાવી લગ્ન કરવાની લાલચ આપતો હતો અને શારીરીક સુખ માણવા માટે દબાણ કરતો હતો.

દરમિયાન વિધર્મી યુવક સોહીલ યુવતી પાસે પૈસાની પણ માંગણી કરતો હતો. ઇમોશનલ બ્લેકમેલ કરીને સોહિલે યુવતી પાસેથી રૂ.4000 લીધા હતા. તેમજ વિધર્મી યુવક યુવતી સાથે શારીરીક સુખ માણવા માટે દબાણ કરતો હતો અને ઈમોશનલ બ્લેક મેઈલ કરી નાગરવાળાની ગલીઓમાં મળવા માટે બોલાવ્યા બાદ શારીરિક અડપલાં કરી ગુપ્તાંગો સાથે છેડછાડ કરતો હતો.

વર્ષ2020ના ઓક્ટોબર મહિનામાં વિધર્મી યુવક સોહિલ શેખ એક દિવસ યુવતીને તાંદલજા વિસ્તારમાં લઇ ગયો હતો અને એક મકાનમાં લઇ જઇને તેણીની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. તે બાદ બ્લુ ડાયમંડ કોમ્પ્લેક્ષ નીચે બોલાવી હતી. જ્યાં તેણે યુવતી સાથે શારીરિક સુખ માણવા માટે દબાણ કર્યું હતું. જોકે યુવતીએ સોહિલને શારીરિક સુખની માગણી ન સ્વિકારતા તેણે શારીરિક છેડછાડ કરી હતી. આમ સોહીલ અવારનવાર અલગ અલગ સ્થળો ઉપર બોલાવતો હતો અને શારીરિક સુખની માંગણી કરતો હતો. જ્યારે યુવતી મળવા જતી ત્યારે તે શારીરિક સુખની માગણી કરતો હતો અને તેની માગણી ન સ્વીકારે તો સોહીલ માર મારતો હતો અને શારીરીક છેડછાડ કરતો હતો.

ફેબ્રુઆરી-2020થી આજદિન સુધી સોહિલ શેખે યુવતીનું  જીવવું મુશ્કેલ કરી દીધું હતું. યુવતીને સોહિલ એવું પણ અવારનવાર કહેતો હતો કે, તારે મારી સાથે રહેવું હોય તો તારે મારી ગાડીમાં બુરખો પહેરીને બેસવું પડશે અને મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે.

આમ ગત તા 27 જૂનના રોજ પણ સાહિલે ઇમોશનલ બ્લેકમેલ કરીને યુવતીને મળવા માટે બોલાવી હતી અને શારીરીક છેડછાડ કરી હતી. જોકે યુવતીએ શારીરિક છેડછાડ નો વિરોધ કરતા સોહિલે યુવતીને માર માર્યો હતો. જેથી યુવતી ઘબરાય ગઈ હતી. જે જોઈ માતાએ તેનું કારણ પૂછતાં યુવતીએ સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારબાદ માતાનો સાથ મળતા યુવતીએ ફતેગંજ પોલીસ મથકમાં વિધર્મી યુવક સોહીલ સાજીદ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે સોહિલ સાજીદ શેખ સામે દુષ્કર્મ, બ્લેકમેલ અને મારામારી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે સોહીલની અટકાયત કરીને કોરોના રિપોર્ટની તજવીજ કર્યાબાદ મોડી સાંજે સોહીલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top