વડોદરા: શહેર સહિત જિલ્લા માં ગરમીએ માઝા મૂકી છે. ગરમી ના કારણે મહીસાગર ના ચેક ડેમ ખાતે લાછનપુરા, તેમજ નર્મદા નદી સુધી યુવાનો એ નહાવા માટે દોટ મૂકી છે. અને નદીઓ ના આવા સ્થળોએ ભારે ભીડ પણ જોવા મળે છે ગરમી એ શહેરીજનો ના ગાભા કાઢી નાખતા વડોદરા વાસી ઓ ઘરમાં એસી ની મોજ માણતા જોવા મળે છે. ઠડાં પીણાં અને આઈસ્ક્રીમ ના વેચાણ માં ઘરખમ વધારો જોવા મળ્યો છે વડોદરામાં પણ તાપમાનનો પારો સડસડાટ વધી રહ્યો છે. 40 ડિગ્રી તાપમાનનો પારો વધીને 41 ડિગ્રીને નજીક ગયો છે. જેથી શહેરીજનો પણ આકરી ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.વડોદરા માં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત્ રહ્યું છે અને શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે. અને આવનાર સમયમાં પણ પારો વધશે તેમ મનાય છે.
એપ્રિલના અંત પહેલાં ગ૨મીમાં વડોદરાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા, પારો 41 નજીક પહોંચી ગયો હતો
એપ્રિલ માસમાં મે માસ જેટલી ગરમી નોંધાઈ રહી છે. વડોદરા શહેર જિલ્લાનું મહત્તમ તાપમાન પારો 41નજીક પહોંચી ગયો હતો એપ્રિલના અંત પહેલાં ગ૨મીમાં વડોદરાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે મે માસમાં તો ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. કાળઝાળ ગરમીને કારણે બપોરે માર્ગો સૂમસામ બન્યા છે. મોડી સાંજ સુધી ગરમીની તીવ્રતા રહેતાં લોકો ત્રાહિમામ થયા.
અબોલ પશુ-પક્ષીઓની હાલત કફોડી
પશુ-પક્ષીઓનું શું.! તેઓ મનુષ્ય પર નિર્ભર છે, ત્યારે કાળઝાળ ગરમીમાં વડોદરા શહેરના સયાજીબાગ સ્થિત પ્રાણી સંગ્રાહાલયના પશુ-પક્ષીઓ પણ મનુષ્ય પર નિર્ભર રહે છે, ત્યારે ઝૂ વિભાગ દ્વારા હાલમાં વધતી જતી ગરમી સામે પશુ-પક્ષીઓને રક્ષણ મળે તે માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
જેમાં સવારે 2 ટાઈમ તથા બપોરે 2 ટાઈમ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, પશુ-પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરવામાં આવ્યા છે.