Columns

આધુનિક દવાઓની હાનિકારક અસરોની જાહેરમાં ચર્ચા થવી જોઈએ

માનવજાતના આરોગ્યની રક્ષા કરવી હોય તો સુરક્ષિત વૈવિધ્યસભર પૌષ્ટિક ખોરાક મેળવવા માટે કુદરતી ખેતી અપનાવવી આવશ્યક છે. ખેડૂતોને જેના ઉપર એક સમયે ગર્વ હતો તેવી કુદરતી ખેતીના વિષે તેમને ફરી પાછા પ્રશિક્ષિત કરવા જોઈએ.  વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણને લાભ આપતી તેમની કુદરતી રચના અનુસાર જંગલોને પુનર્જીવિત કરવાં જોઈએ.  શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં પર્યાપ્ત વૃક્ષોનું આવરણ હોવું આવશ્યક છે. વસ્તીની આરોગ્ય સુરક્ષા અને પૃથ્વી પરના બોજને ધ્યાનમાં રાખીને રહેઠાણોની રચના કરવી જોઈએ.

એવા ઘણા જાણકાર લોકો છે, જેઓ આ બાબતમાં માર્ગદર્શન આપી શકે છે. આરોગ્યની ઉપર પડતી તેની ખરાબ અસરો માટે ટેક્નોલોજીનું મૂલ્યાંકન કરવું જોઈએ. અસુરક્ષિત ટેક્નોલોજી તેમના હેતુપૂર્વકના ઉપયોગ સુધી મર્યાદિત હોવી જોઈએ અને જાહેર જગ્યામાં તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપતા નેચરોપથી, આયુર્વેદ, યુનાની કે હોમિયોપથીના અનરજિસ્ટર્ડ પ્રેક્ટિશનરોને તેમની પોતાની પદ્ધતિના રજિસ્ટર્ડ ડોકટરો દ્વારા સારવાર કરવાની યોગ્ય રીત વિશે શિક્ષણ હોવું જોઈએ. જે લોકો પોતાને અને અન્યને શીખવવા અને મદદ કરવા માંગતા હોય તેમના માટે ટૂંકા ગાળાના અભ્યાસક્રમોની મંજૂરી હોવી જોઈએ.

સ્વૈચ્છિક ટાસ્ક ફોર્સને સક્ષમ કરવા માટે અને એક જાહેર આરોગ્ય દળ બનાવવા માટે આરોગ્યના મૂળભૂત સિદ્ધાંતોના આધારે બી.એસ.સી. (હેલ્થ) કોર્સ રજૂ કરવો જોઈએ. આધુનિક સમયના ડોકટરોને સર્વગ્રાહી દવાના સિદ્ધાંતો, દર્દીઓના અધિકારો અને સાંપ્રત પદ્ધતિઓને નકારી કાઢતા આરોગ્ય ક્ષેત્રનાં નવાં સંશોધનો વિષે માહિતી આપવી જોઈએ. સ્વાસ્થ્યનાં પરિણામોનું એક મહત્ત્વપૂર્ણ માપ દર્દીનું મૃત્યુ હોવું જોઈએ.

સમાજમાં વધતી જતી બીમારીને દવાની નિષ્ફળતા તરીકે ઓળખવી જોઈએ. દવાનું ધ્યેય રોગોથી રહિત, મજબૂત અને સ્વસ્થ વસ્તી હોવું જોઈએ.  આધુનિક દવાની હાનિકારક અસરોની ચર્ચા વિવિધ પ્લેટફોર્મ ઉપર થવી જોઈએ અને તેના વિકલ્પો શોધાવા જોઈએ. ડિટોક્સિફિકેશન માટેનો પ્રોટોકોલ વિકસાવવો જોઈએ અને વ્યાપકપણે લાગુ થવો જોઈએ. દર્દીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચુકાદાઓ અને સંમેલનો દ્વારા આપવામાં આવેલા ઘણા મહત્ત્વપૂર્ણ અધિકારો છે. આ અધિકારોને સંપૂર્ણ કાનૂની સમર્થન આપવાની અને તેમના ઉલ્લંઘનને સજાપાત્ર ગુનો ગણવાની જરૂર છે.

જ્યારે દર્દી મુશ્કેલીમાં હોય અને પોતાને અસહાય જણાય ત્યારે તેને ટેકો આપવા માટે કાયદાકીય અને વિષયોના નિષ્ણાતોથી બનેલા નાગરિક સમાજની આગેવાની હેઠળનાં સંગઠનો હોવાં જોઈએ. આ સંગઠનોને આચરવામાં આવેલી ભૂલો સામે કાર્યવાહી શરૂ કરવા માટે પણ સત્તા આપવી જોઈએ. તેઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવામાં સશક્ત હોવા જોઈએ અને તે માટે એક હેલ્પલાઈન ઉપલબ્ધ કરાવવી જોઈએ.

આરોગ્ય ક્ષેત્રની તમામ સુપરવાઇઝરી સંસ્થાઓમાં પારદર્શિતા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે નાગરિક સમાજના પ્રતિનિધિઓ હોવા જોઈએ. દર્દીઓના હિતને ધ્યાનમાં ન રાખતાં જો કોઈ આરોગ્ય સાથે સંકળાયેલી સંસ્થા ખાનગી ફાયદાઓ મેળવતી દેખાય તો તેની ઉપર આકરાં પગલાં લેવાં જોઈએ. દેશની સરકાર ઉપર ડબલ્યુ. એચ. ઓ. માંથી છૂટા પાડવાનું દબાણ લાવવું જોઈએ તથા પોતાની જ એક રાષ્ટ્રીય સંસ્થાનો વિકાસ કરવો જોઈએ; એવો આ એક વૈશ્વિક કૉલ છે જે નિષ્ઠાવાન ડોકટરો દ્વારા જારી કરવામાં આવે છે. જાહેર જનતા અને પ્રેક્ટિશનરોના સાચા હિતોની સંભાળ રાખવા માટે વર્તમાન તબીબી સંગઠનોમાં સુધારો અને પુનર્ગઠન કરવું આવશ્યક છે.

સહુ પ્રથમ કોઈ નુકસાન ન કરો’ ના ભૂલાઈ ગયેલા અને ઉપેક્ષિત મંત્રને આરોગ્ય ક્ષેત્રનો માર્ગદર્શક સિદ્ધાંત બનાવવો જોઈએ તથા ડોકટરોએ પોતાના વ્યવસાયમાં આ નિયમને અમલમાં મૂકવો જોઈએ. આ એક પગલું આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે; કેમ કે કોઈ પણ ઉપચારનું મૂલ્યાંકન આ મંત્રના આધારે જ કરવાનું રહેશે. જો દવાનું ધ્યેય આરોગ્ય અને સુખાકારી છે તો કોઈને આ સરળ પગલાં સામે કોઈ વાંધો ન હોવો જોઈએ. પ્રેક્ટિશનરોને પ્રિસ્ક્રિપ્શનનો લાભ ન મળવો જોઈએ. આરોગ્ય પ્રણાલીનું રાષ્ટ્રીયકરણ કરીને આ પ્રાપ્ત કરી શકાય છે. જો આપણે આરોગ્ય કેન્દ્રિત પ્રણાલી અપનાવીએ જે ખર્ચમાં ઘટાડો કરશે અને ઓછી દવાઓનો ઉપયોગ કરશે તો તે મુશ્કેલ નથી. આરોગ્ય માટે નૈતિક જીવનશૈલી, શિક્ષણ અને તાણને દૂર કરવાના સાધન તરીકે ધ્યાન પણ જરૂર છે.

આ પગલાંઓની સામે ભારે અને ખરાબ વિરોધ થશે. વિશ્વને ઊંધુંચત્તું કરવાના પ્રયાસો થશે. આ તમામ પગલાંને અવૈજ્ઞાનિક કહેવામાં આવશે. એવું પણ કહેવામાં આવશે કે આ હાંસલ કરવું અશક્ય હશે. લોકોએ તેમના જીવન માટેના તેમના સંકલ્પમાં અડગ રહેવું જોઈએ. તેમનું સ્વાસ્થ્ય જોખમમાં છે અને તે જોખમને દૂર કરવાનો આ કોઈ એક નહીં પરંતુ એકમાત્ર રસ્તો છે. એક વાર લોકો આ વલણ અપનાવે અને સફળ થાય પછી તેઓને તેમને રસ્તે ચાલનારા મુખ્ય પ્રવાહના અનેક ડોકટરો મળશે. ડોકટરોને રોગ વ્યવસ્થાપનની નિરર્થકતાનો અહેસાસ થયો છે.

ભારતમાં એવાં હજારો ડોકટરો છે, જેઓ લોકોને મદદ કરવા અને ઈલાજ કરવા માટે દવાની એક ફૂલપ્રૂફ ઈન્ટીગ્રેટેડ સિસ્ટમ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને કોર્પોરેટ દવાની કેદમાંથી બહાર આવવાની તકની જરૂર છે. આ ઉચ્ચ લાયકાત ધરાવતા અને અનુભવી ડોકટરો આ કાર્ય માટે જરૂરી માળખું સરળતાથી તૈયાર કરી શકે છે. યાદ રાખો કે તમારા આરોગ્યને બચાવવાની આ છેલ્લી તક છે. વર્તમાન ડબલ્યુ. એચ. ઓ.ના મુખીઓ ટૂંક સમયમાં વ્યક્તિઓના મૂળભૂત અધિકારો અને રાજ્યના કાયદાઓનું પણ ઉલ્લંઘન કરી શકે તેવી સરમુખત્યાર તાકાત મેળવી લેશે. તેમણે પહેલાથી જ લોકશાહી પગલાંની વિરુદ્ધ નિર્ણયો લેવાની તેમની ક્ષમતા દર્શાવી છે. આની વિશ્વભરના લોકો માટે ગંભીર અસરો થશે કારણ કે વર્તમાન સમયમાં જે ‘નિવારણ અને સારવાર’ સાધનોની લોંચ કરવા માટે ધાર કાઢવામાં આવી રહી છે તે પ્રચંડ છે. લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડવાની જબરદસ્ત ક્ષમતા ધરાવે છે અને તેમની પ્રતિકૂળ અસરોનો સામનો કરવો અશક્ય છે.  

કોવિડ દરમ્યાન જેનું આપણે અવલોકન કર્યું એવું આયોજન પહેલેથી જ અમલમાં છે. જો કોઈ પણ વ્યક્તિ આરોગ્યને નુકસાનકારક એવા સરકારના કે વૈશ્વિક સંસ્થાઓનાં પગલાં સામે અવાજ ઉઠાવે તો તે વ્યક્તિની જાગરૂકતાને માહિતીના અભાવનું બિરુદ આપી દેવામાં આવે, તેની વાતોને સેન્સર કરી દેવામાં આવે અને તે ઉપરાંત તેની ઉપર સરકારી પગલાં પણ લેવામાં આવે. ડોકટરો, ફ્રન્ટલાઈન હેલ્થ-ડિઝાસ્ટર ટાસ્ક ફોર્સના નિષ્ણાતો અને કામદારોએ સહુથી પહેલાં આ ઝુંબેશમાં જોડાવું જોઈએ કારણ કે તેઓને નવી આરોગ્ય નીતિ મુજબ સહુથી પ્રથમ ‘બચાવવામાં’ આવશે. કોવિડ વખતે પણ આ જ લોકોને વેક્સિનના પ્રથમ ડોઝ અપાયા હતા. આરોગ્ય ક્ષેત્રમાં શૂન્ય અકસ્માત થાય અને છેલ્લામાં છેલ્લી પાયરીના માણસ સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવા પહોંચે તે ધ્યેયને હાંસલ કરવાની પદ્ધતિ લોકોના હૃદયમાંથી નીકળવી જોઈએ, ન કે  કોર્પોરેટના મગજમાંથી.  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top