સિંગવડ: સિંગવડ તાલુકાના મલેકપુર ગામે બારીયા ફળિયા માં એક મહિના પહેલા સરકારી હેડ પંપ સુધારવા માટે આવેલા હતા તે સમયે મલેકપુર ગામના માજી સરપંચના બારીયા ફળિયામાં સુધારવા માટે સરકારી તંત્ર દ્વારા આવ્યા હતા પરંતુ તે સુધારા વાળા તે હેડ પંપ માં કોઈક વસ્તુ ખરાબ નીકળતા તે હેડપંપ ખુલ્લી હાલતમાં મૂકી ને પાછા આવીને નાખી જઈશું તેમ કહીને ચાલ્યા ગયા હતા જે હેડપંપ આજ દિન સુધારવા નહીં.
આવતા ખુલ્લી હાલતમાં હજુ સુધી જોવા મળી રહ્યો છે જ્યારે ભર ઉનાળામાં જો આવી ના જ હેડ પમ્પો સુધારવામાં નહીં આવતા અને ખુલ્લા મૂકીને જતા રહેતા જ્યારે આના માટે વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર દ્વારા આવા હેડપંપ સુધારવા માટે નહીં આવીને લોકોને પાણી માટે વેખલા મારવાનો વારો ઉભો કરવામાં આવ્યો છે જો હેડપંપ સુધારવા વાળા ને સુધારવા માટે સરકાર પૈસા આપતી હોય અને જે નો કોન્ટ્રાક હોય તેને સુધારી ને આપ્યો હોય તો ભર ઉનાળામાં લોકોને તથા પશુ પક્ષીઓને પીવાના પાણી માટે વલખા મારવા નો વારો નહીં આવ્યો હોત પરંતુ હેડપંપ ના કોન્ટ્રાક્ટર દ્વારા ઘણી જગ્યાએ વારંવાર રજૂઆત કરવા છતાં હેડપંપો સુધારવામાં નહીં આવતા અને વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આવા ઘણાંય હેડપંપ બંધ હાલતમાં પડ્યા છે અને આ મલેકપુરમાં હેડ પંપ ખુલ્લો મુકવામાં આવ્યો છે તેને ફીટ કરવામાં ક્યારે આવશે તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.