આ ભારત છે ભઈઈઈ..! જ્યાં વેશ જુદા, ભાષા જુદી, ધર્મ જુદા, રીતરિવાજ જુદા, પણ સંપૂર્ણ સંસ્કૃતિનો દેશ. જેવા દેવ તેવા વાઘા ને દેવ તેવી જ આરતી થાય. ત્યાં સુધી ભગવત ભાવની ફીલિંગ્સ ના આવે. ઉમળકા હોય કે ના હોય, પણ જેવી આરતી થાય એટલે, આપોઆપ તાળી પાડવા હાથ ભેગા થઇ જાય. યાદ છે, જેમ ગાંધીજયંતી આવે ને અમુક લોકો ખાદીના પરિવેશમાં તરત આવી જાય, ગાંધીજીનું પૂતળું હોય કે પ્રતિમા, આંટીથી ઢાંકી દેવાની પડાપડી થાય..? એવો જ ઉમળકો..! આખું વર્ષ ભલે બખેડા કાઢ્યા હોય, પણ નવરાત્રી આવે એટલે ગરબાની ચાલ આપોઆપ નીકળવા માંડે..! ઉકળાટ સંતાઈ જાય, ને ઉમળકા ડોકાં કાઢવા માંડે..! કહો કે, સમય વર્તે સૌ સાવધાન બની જાય..!
મારા ચમનિયાની કથા કરું તો, આખું ગામ જાણે કે, ચમનિયો એટલે નગુરો..! એનો કોઈ ગુરુ જ નહિ, છતાં લોકોનો એ ગુરુ..! જેવી ગુરુપૂર્ણિમા આવે એટલે, બંદાની હાટડી ધમધમવા માંડે. એ નજારો જોઇને એને ભણાવનાર શિક્ષકને પણ તમ્મર આવી જાય કે આ મારો દાંડ પ્રકૃતિનો વિદ્યાર્થી ગુરુ ઘંટાલ થયો કેવી રીતે..? જ્યારે “ગુરુદેવ ચમનિયાની જય હો” જેવી ચિચિયારી સાંભળે ત્યારે તો કાનમાં વીંછી ભરાઈ ગયો હોય એટલી વેદના થાય..! પણ ચલતીકા નામ ગાડી..! અસત્યનો પ્રવાહ વહેતો હોય ત્યારે સત્ય મૌન બની જાય. આપણે તો એટલો જ આનંદ લેવાનો કે, ‘ચાલો… ગુરુપૂર્ણિમાએ તો સખણો થયો..?’
એક અનુમાન પ્રમાણે, વૈજ્ઞાનિકો કરતાં ગુરુઓનો ભરાવો આપણે ત્યાં વધારે હોય તો, ટેન્શન નહિ લેવાનું, સતગુરુઓની પરંપરા ભારતમાં આદિકાળથી ચાલી આવે છે. આ બધાને યાદ કરવાનો વંદન કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા..! મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ દિવસ ગુરુ પૂર્ણિમાના દિવસે થયેલો. એટલે તો, ભારતની હવામાં આજે પણ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ શંકરની ગુંજ છે, ગુરુ પરબ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ છે. ગુજરાતમાં એવું કોઈ ગામ ના હોય કે, જ્યાં હનુમાનજીની દેરી ના હોય, એમ એવું પણ ના હોય કે, જ્યાં કોઈ ગુરુના ભગતનો વસવાટ ના હોય..! કેમ કે,ગુરુ પરશુરામ, ગુરુ વેદ વ્યાસ, ગુરુ બૃહસ્પતિ, ગુરુ શુક્રાચાર્ય, ગુરુ વશિષ્ઠ ઋષિ, ગુરુ સાંદીપનિ, જેવા અનેક ઋષિમંત સતગુરુ તપસ્વીઓની વિચારધારાઓનો અહીં વારસો છે. એવા તપસ્વી કે, એમના થકી જંગલ પણ મંગલ લાગતું. તંઈઈઈઈઈ..?
થયું એવું કે, કોઈ પણ બાબતની રાતોરાત નકલ થાય, એમ ગુરુઓમાં પણ નકલી ગુરુઓનો વધારો થતો ગયો. ચોખામાં કોદરા ઘુસી જાય, એમ ચમનિયા જેવા ગુરુ ઘંટાલોની પણ હાટડી ધમધમવા માંડી. આજે સારો દેખાવડો ગુરુ મળે, પણ સાચો ગુરુ શોધવા માટેનું કોઈ માપદંડ નહિ. જન્મારો પૂરો થઇ જાય પણ આદિ ગુરુ જેવા નહિ મળે. એમાં જો ગુરુ ઘંટાલની આંટીએ ચઢી ગયા તો, તરી જવાને બદલે મરી જવાની પણ નોબત આવે. કહેવાય નહિ..! વાઈફ જેવી વાઈફમાં ભેરવાઈ જવાય તો, ગુરુ કૌનસી બડી ચીજ હૈ..? સારી વાઈફ મળે તો સંસાર તરે, પણ ગુરુ ઘંટાલની ચુંગાલમાં આવ્યા તો મરે, ક્યાં તો માંદો પડે. પેટ છૂટી વાત કરું તો, ઝીણું કાંતવાની આદત નહિ, બાકી વાઈફ જેવો કોઈ શ્રેષ્ઠ ગુરુ નહિ.
કહેવાય છે ને કે, સફળ પુરુષની પાછળ એક સ્ત્રી છુપાયેલી હોય છે ને ઓછામાં ઓછી એક વાઈફ તો દરેકને હોય જ. (વધારે હોય તો ભાગ્ય ને નહિ હોય તો દુર્ભાગ્ય..!) અને દરેકને એકાદ ‘ગુરુ’ પણ હોય જ. જરૂરી નથી કે ગુરુ વિદ્વાન કે દાઢી-મૂછ કે ભગવાંધારી હોય..! જેમ સારી વાઈફ મળવી નસીબની વાત છે, એમ સારા ગુરુ મળવા પણ ભાગ્યની વાત છે. હાથમાં માળા ને મોંઢામાં માવા હોય, એવા પણ ગુરુ હોય. એ શાપ કે વરદાન નહિ આપે, કારણ કે ફળે તો આપે ને..? પણ પોતાની હાટડીની પાવતી જરૂર આપે..! જો કૃષ્ણની જેમ આપણે જ આપણા સંસારરથના સારથિ બનીએ તો, અર્જુનને સમજાવેલા એમ વાઈફને પણ સમજાવાય કે, કોઈ વાતે જીદ નહિ કરવાની.
કૈકેયીએ ભરતને ગાદી આપવાની જીદ કરેલી, મા સીતાએ સોનાનાં હરણ માટે જીદ કરેલી અને સુર્પણખાએ શ્રીરામ સાથે લગન કરવાની જીદ કરેલી. પછી કેવી બૂરી હાલત થયેલી..? જીદ કરવી હોય તો સતી સાવિત્રી જેવી કરાય, જે યમરાજ પાસેથી સત્યવાનનો જીવ પાછો લાવેલી. આટલું સમજાવીએ તો વાઈફ આપણો હાથવગો Instunt ગુરુ છે. ટ્રાય કરવા જેવી..! બાકી આડેધડ કંઠીઓ બંધાવવા કરતાં, આપણે જ આપણા ગુરુ બનવું સારું. આજકાલ છાપામાં વાંચીએ છીએ કે, ‘ગુરુ એક નંબરી હોય તો, શિષ્ય દશ નંબરી..!’ પછી ખબર પડે કે, આવા ગુરુ તપસ્યાને બદલે, જેલની સમસ્યામાં જ હલવાણા હોય.
અસ્સલના શિષ્યોમાં કેવી સમજદારી હતી કે, સિંહણના દૂધને ઝીલવું હોય તો સોનાના કટોરામાં ઝીલાય. મતલબ શિષ્ય પણ ગુણવાન જોઈએ. પાઉડરના દૂધમાં ઉછરેલી પેઢીને ગુરુ તો મળે, પણ સતગુરુ નહિ મળે, ગુરુ ઘંટાલ જરૂર મળે. ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરાની માફક જેની ઠેર ઠેર નકલી હાટડીઓ હોય…! દાન-દક્ષિણા ઉઘરાવીને એટલું જ કહે, ‘‘જાવ બેટા કલસે લાલ કે બદલે હરી મીર્ચીકી ચટની ખાના, તેરા સબ Problem ઠીક હો જાયેગા.’તારા કપાળમાં કાંદા ફોડું..! પાંચ મીટરનું ભગવું ઓઢ્યું, એટલે થઇ ગયા ગુરુ..! એના કરતાં તો અમારો ચમનિયો બુદ્ધિશાળી..! એવો ગુરુ કે, એના દીકરાનું નામ ભોંચુંએ ‘અગત્સ્ય’’પાડેલું. કારણ પૂછ્યું તો કહે, ‘લોકોને લાગવું જોઈએ કે હું અગત્સ્યનો બાપ છું..!’લેએએએએ….!
લાસ્ટ બોલ
ચમનામાંથી ચમનકુમાર બનેલો ચમનિયો, આજે પણ ગુરુપૂર્ણિમા ભરવા માટે એના સાસરે જાય છે બોલ્લો..! લોનના હપ્તા નહિ ભરે, પણ ગુરુપૂર્ણિમાની પૂનમ ખાસ ભરે..! મને કહે, સદાચારના માર્ગે જે લઇ જાય એ જ આપણા ગુરુ. મને ઠેકાણે લાવવામાં મારા સાસરિયાનો ફાળો ખાસ હોવાથી, હું તો એમને જ ગુરુ માનું..! સાસરું તો મારું તીર્થ માનું. અહીં ભીડ પણ નહિ થાય અને એક માત્ર હું જ શિષ્ય હોવાથી ૧૦૦ % ભલું પણ થાય..! તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.