Charchapatra

ગુરુઓએ સમાજમાં ડહાપણભર્યો ફાળો આપ્યો છે

ભારત દેશનું માનવજીવન ઉત્સવપ્રિય છે. પ્રાચીન પરંપરા મુજબ પ્રતિવર્ષ શિક્ષક દિન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદગીરી રૂપેની ઉજવણી વડે તેમના ઋણમાંથી આપણે મુક્તિ મેળવીએ છીએ. શિક્ષકો માનવતા અને ચારિત્ર્યનું ઘડતર કરનાર મહાન ગુરુ છે. આથી સાચે જ તેઓ  સન્માનના અધિકારી હોવાથી આપણે સૌ ખરા દિલથી ગુરુવંદના પૂજ્ય ભાવે માનસહ ઉજવીએ છીએ. શિક્ષકોના ગુરુપૂર્ણિમાના ઉત્સવથી સારો પરિચય મેળવી તેમની ઓળખ વડે સાચી સમજણ કેળવી આપણા જીવનને સુસંસ્કૃતમય બનાવીએ કારણ કે તેઓ આપણા જીવનને શૈક્ષણિક રીતે વળાંક આપવાનો તેમનો મર્મ હોય છે.

પૌરાણિક ગુરુઓએ સમાજને ડહાપણભર્યો ફાળો સારા પ્રમાણમાં આપ્યો હોવાથી આપણે તેમની યાદગીરીરૂપે સંસ્કારી અને સુધારક તરીકે જીવનઘડતરને ગુરુ તરીકે માન આપીએ છીએ અને માનભેર ઉજવીએ છીએ. સાચે જ ઉક્તિ છે કે ગુરુ વિના જ્ઞાન નહિ તેવી સમજૂતી સાથે સારા અને સચોટ જ્ઞાનથી સાચા જીવનનો રાહ બતાવનાર, સદાચારી, જીવનમાં મુકિત મેળવી શકાય અને  સાચું જીવન સારી રીતે જીવી શકાય એવો ભાવ દેખા દે છે. શિક્ષકના સત્સંગથી ઉત્સવ દરમ્યાન પ્રામાણિક, સાદાઈ અને માનવ તરીકે ગુરુજી મેળવી શકયા એવી લાગણી ઉદ્દભવે છે.
રાંદેર રોડ, સુરત        – ભૂપેન્દ્ર સી. મારફતિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top