Charchapatra

ગાઈડ કહે છે સિર્ફ મેં હું

 ‘મૌન એક ખ્યાલ હૈ, જૈસે જીન્દગી એક ક્યાલ હૈ ન સુખ હૈ ન દુ:ખ હૈ, ન દિન હૈ ન રાત, ન દુનિયા હૈ, ન ઇન્સાન હૈ, ન ભગવાન સિર્ફ મૈં હું, મૈંહું, મૈહું’ દેવ વહિદા રહેમાન, વિજય આનંદ શૈલેન્દ્ર એસ. ડી. બર્મન, કિશોરકુમાર, મોહંમદ રફી તથા લતાજી એ સૌની બેનમુન કારીગીરીથી આકાર પામેલી ગાઈડ ફિલ્મનો ઉપરનો સંવાદ, મોટાભાગના ગાઈડ પ્રેમીઓને મોંઢે થઇ જાય એમાં નવાઈ જેવું કશું હોઇ શકે નહિ ગુરવારનીશો ટાઈમ પૂર્તિમાં બે ભાગમાં ગાઈડની મનભાવન કલાયાત્રાની દર્શકો (અહિંયા વાચકો)ને મોજ કરાવી એ બદલ સંપાદકશ્રીને ખરેજ અભિનંદન ફિલ્મ જોતી વખતે દેવ આનંદને મોંઢે બોલાયેલા કેટલાક પાયારૂપ સંવાદો, સમજવામાં મુસ્કેલી પડેલી જે આ બે લેખ વાંચીને દૂર થઇ ગઇ.

રાજુ ગાઈડvએ રોઝી ગળાબૂડ પ્રેમમાં રાજુ ગાઈડ અતિ ભારે વિશ્વાસને આદારે રોઝીની બનાવટી સહિ કરીને પૈસા ઉપાડી લે ચે. પરિણામે છેતરપિંડીની, સજારૂપે રાજુને ગાઈડને જેલની સજા થાય છે. જેલમાંથી છુટયા પછી એને ફિલ થાયછે કે ‘તું જાયેગા કહાં, મુસાફિર યહાં કૌન હે તેરા મુસાફીર’ બસ રાજુનો નવો અવતાર શરૂ થાયછે તે કોઇ દૂરના ગામડાના પાદરે આવેલા એક મંદિરે જાય છે ત્યાં એને જીવનની ફિલસૂફી સમજાયછે કે ‘માત્ર તે જ આ જગત ઉપર છે. હંમેશા શુટ-બુટમાં સજ્જ રાજુ ગાઈડ, ધોતિયા ઉપર આવીજાય છે.

માત્ર તે જ આ જગત ઉપર આવી જાય છે. એ વિસ્તારમાં દુકાર પડે છે લોકો ભેગા થાય છે. રાજુને એટલે કે ધોતિયાવાળા મહારાજે ઉપવાસ કરવા ગામ લોકો વિનંતી કરે છે, જેથી વરસાદ આવે રાજુ ઉપવાસ ઉપર ઉતરે છે છેવટે ગ્રામ્યજનો ની શ્રદ્ધા ફળે છે. વરસાદ પડે છે. ત્યાં મેળો લાગે ચે. રોજી ત્યાં આવે છે. પણ ઘું મોડું થઇ ગયું હોયછે. રાજુ મૃત્યુ પામે છે. ગાઈડનું અંગ્રેજી વિઝન પણ પરેલલ ઉતાર્યું હતું. એમાં રાજુ મરતો નતી. વાર્તા થોડી અટપટી છે. પણ બેમિસાલ છે આપણી હિન્દી ફિલ્મોની અત્યાર સુધીની શ્રેષ્ઠ દસ ફિલ્મોમાં મોખરાના ક્રમે આવે એવી બેનમુન કલાકૃતિ એટલે ‘દેવની ગાઈડ’
સુરત     – બાબુભાઈ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આંચકો
વાહન હંકારતા હોઈએ અને કોઈ કારણોસર અચાનક બ્રેક મારવામાં આવે તો જબરદસ્ત આંચકો, ધક્કો લાગે. આવા સંજોગોમાં ક્યારેક સહન કરવું પડતું હોય છે. ગતિને રોકવાથી અથવા પાછળ ખેંચવાથી લાગતો હડસેલો હાનિકારક બની શકે છે. માનવજીવનમાં પણ ધ્રાસકો અને ફાળ પડે તેવા સંજોગોની આવનજાવન જોવા મળે છે. ક્યારેક કોઈ સ્વજનના આકસ્મિક મૃત્યુના આઘાતજનક સમાચાર મળે ત્યારે જબરો આંચકો લાગતો હોય છે. કોઈ પણ વ્યક્તિની અચાનક વિદાય, કુટુંબમાં ભૂકંપ સમો આંચકો આપે. વ્યક્તિ સ્વસ્થ હોય અને અચાનક મરણ થાય એ સમયની વેદના અસહ્ય બને છે.

આવા વખતે સગાસંબંધીઓ, મિત્રો આશ્વાસન આપીને તેમને રુદન ન કરવા સમજાવે છે, પણ જેના પર આભ ફાટ્યું હોય તેની વેદના અન્યોને કેમ સમજાય? વળી, આંસુ માંડ બંધ થયાં હોય ત્યાં અતિ સ્વજન કરતાં પણ વધુ નજીક હોય તેવી વ્યક્તિને જોતાં, ફરી અશ્રુધારા વહેવા લાગે છે. આમ તો વડીલો અને તેમાં ખાસ કરીને માતા હોય તે બાળકોથી છાનું-માનું મન મૂકીને રડી લે છે. નાનાં બાળકોને સંભાળવાના હોવાથી શાંત રહેવું જરૂરી બને છે.  અસહ્ય બીમારી હોય અને વયોવૃદ્ધ વ્યક્તિ વિદાય લે ત્યારે પણ દુઃખ તો થવાનું પણ યુવાવયે અવસાનથી થવાથી થતી વેદના, આંચકો ભલભલાને આઘાત આપી જાય છે. સૌ સ્વસ્થ રહે એવી અભ્યર્થના પાઠવીએ.
નવસારી   – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top