Charchapatra

ગુનાખોરીનું વધી રહેલું સામ્રાજ્ય

ચર્ચા સામાન્ય ચોરી, લૂંટ કે ખૂનની કરવી નથી. આજે જે ગુનાખોરી વર્તી રહી છે તે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓની, હોદ્દા પર બેસેલાઓની અને ખાસ કરીને સનદી અધિકારીઓની, મંત્રીઓ, પ્રધાનો, સભાપતિઓ તથા ઉચ્ચ હોદ્દા ધરાવનારા પણ આવી જાય. તેમાંનો એક તો ખોટા નિર્ણયોનો છે અને બીજો નિર્ણયનો નહીં લેવાનો રહે છે કે જેથી સમાજ વિરુદ્ધ કે રાજ્ય શાસન વિરોધી અને અમુક કક્ષાએ રાષ્ટ્રવિરોધમાં પણ ખપાવી શકાય. જે કોઈ નિર્ણયો લે છે અથવા નથી લેતા તેઓ હોદ્દાની રુએ અથવા બંધારણીય રીતે કે પછી જવાબદારીનાં અભાવ પણ મોટા ગુના સમાન છે.

જ્યાં સુધી આવા તત્વો ને તેઓના કૃત્યોને ઉજાગર કરી ને ન્યાયી કાર્યવાહી થાય તો ભવિષ્યમાં આવા ગુના ન કરી શકે તેવું વાતાવરણ થઈ જાય. ટૂંકમાં આવા તત્વોને સજા થાય. આ ક્યારે શક્ય બને જ્યારે નવી સત્તા ઉદભવે. તેમાં કોઈ કિન્નાખોરી કે ગેરવર્તણૂક ના સવાલ નથી પણ આવા તત્વોને ઠેકાણે પાડવા માટે જરૂરી બને છે. આજે કેટલાય લોકો કોઈ પણ જાતની કાર્યવાહી વિના જેલમાં સબડે છે. ગુનાખોરી પ્રત્યેક ક્ષેત્ર એટલે કે શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ, વહીવટ ઉપરાંત નાણાકીય સંસ્થાઓ તથા કહેવાતી સ્વાયત્ત સંસ્થાઓમાં પણ પ્રવેશી ચૂકી છે. બધાને નિવારવા અથવા ટાળવા યોગ્ય તે બધા પગલાં લેવાનો સમય આવી ગયો છે.
મુંબઈ     – શિવદત પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top