Business

વર મરો, કન્યા મરો, પણ…

છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાતમાં માનવસર્જીત દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 300 નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવેલ હોવાનો સત્તાવાર રેકર્ડ હોવા છતાં પ્રજાને હવે એ વાતની ખાતરી થઇ ચૂકી છે કે આપણું તંત્ર પોતાની લાપરવાહી છોડવા માગતું નથી. પાંચ મરે કે 50, દુર્ઘટના એક થાય કે અનેક, વળતરની જાહેરાત તપાસ પંચની રચનાનું નાટક બે-ચાર રાજકીય નેતાઓના સહાનુભૂતિપૂર્ણ અખબારી યાદી કે નેતાઓની સ્થળ મુલાકાત પૂરી થાય એટલે સરકારનું કામ પૂરું. ફરી આવી બીજી દુર્ઘટના બને ત્યાં સુધી કુંભકર્ણ નિદ્રામાં સરી પડવાનું. સરકારનાં તમામ તંત્રો એક બાબતે એકમત છે કે ગમે તે થાય અથવા થાય તે કરી લો, હમ નહીં સુધરેંગે. ચૂંટણી સમયે પોતાના પ્રતિનિધિનું ચયન, અંગત સ્વાતંત્ર્યની બાબત છે પરંતુ વહીવટીતંત્ર પ્રધાનો અન રાજાનીતિમાં જ્યાં સુધી આવા બનાવો, આપણે ઇચ્છતા ન હોઇએ તો પણ જામનગર, પોરબંદર, વેરાવળ, મહેસાણા, પાટણ, નવસારી બનતા રહેવાના છે.
પાલનપુર- અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વરસાદી ગીતોની મઝા
હાલમાં વરસાદની મોસમ પૂરબહારમાં ખીલી છે અને સર્વત્ર સતત વરસાદ વરસી રહ્યો છે. આથી આમ જનતા તથા ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી છે. ધરતીપુત્રો ડાંગરની વાવણીમાં જોતરાઈ ગયા છે. પાણીથી ભરેલાં ખેતરો અને તેમાં વાવણી કરતાં મજૂરોની કતારનું દૃશ્ય નયનરમ્ય, મનમોહક હોય છે. વરસાદ વરસતો હોય એટલે વરસાદી, ફિલ્મી ગીતો સાંભળવાની મજા અનેરી હોય છે. જેમકે ‘પાની રે પાની, તેરા રંગ કૈસા (ફિલ્મ શોર) રીમઝીમ કે ગીત સાવન ગાયે, ભીગી ભી રાહો મેં (અન્જાના), બદરા છાયે કે ઝૂમે આયા સાવન ઝૂમ કે જેવાં અનેક વરસાદી ગીતો ટી.વી. રેડિયો પર સાંભળો તો જાણે દિલને ટાઢક લાગે. વાતાવરણ ઠંડીભર્યું બની જાય, તાજગી, સ્ફૂર્તિનો સંચાર થતો હોય છે. માફકસરનો વરસાદ ધરતી પરનાં વૃક્ષો છોડને ખેતી પાકને જીવતદાન આપે છે. અતિશય ભારે વરસાદથી ખાનાખરાબી થાય છે અને વિનાશ સર્જે છે.
તરસાડા    – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

‘ગુજરાતમિત્રે’ અભિવ્યક્તિની આઝાદી આપી છે
જેમ પ્રકૃતિમાં સુવર્ણ મૃગ સંભવ નથી તેમ કુદરતમાં કશું મફત પણ મળતું નથી. વળી પર્યાવરણમાં સનાતન છે તે કોઇ ધર્મ નથી. માનવસર્જિત સરહદ ધર્મ જાતિ જ્ઞાતિ બધું અસત્યમ્  છે ત્યારે ગુજરાત સ્ટેની વડીલપણાની છાપ મેં છાપામાં લઇને એ હર કોઇને અભિવ્યક્તિ આઝાદી આપે છે. કોરોના નામની આભાસી મહામારીમાં ચીન સાથે સ્પર્ધામાં જેલબહાર આવ્યું છે. તે માત્ર આર્ટ ઓફ ડાઇંગ જ છે તે લીવીંગ નથી જે ખરી વાત છે ને મિત્રો?
ધરમપુર  – ધીરુભાઈ મેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top