Columns

પ્રલય સૃિષ્ટનો મહાવિનાશ

આધુનિક વિજ્ઞાન દર્શાવે છે કે આ સૃિષ્ટમાં દરેક સજીવ અથવા નિર્જીવ પરિવર્તનશીલ છે. દરેકમાંં વસ્તુઓનું વિઘટન અને સંરક્ષણ થયા કરે છે. પરિવર્તન અને નવરચનાની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. પર્વત પરથી નદીઓ વહીને સમુદ્રને મળવા જાય છે ત્યારે તે પોતાની સાથે માટી, રેતી વગેરે વહન કરી લાવે છે. જેનાથી પર્વતનો ઘસારો ઉત્પન્ન થાય છે જયારે મેદાન પ્રદેશમાં રેતી તથા કાંપનો ફળદ્રુપ પ્રદેશ બને છે.

િહંદુ ધર્મદર્શન તથા જગતમાં બધા જ ધર્મમાં સૃિષ્ટનો વિનાશ તથા નવરચના વિશે રસિક વર્ણન સનાતન તથા નિરંતર થયા જ કરે છે. પ્રલય શબ્દ એ સંસ્કૃત ભાષામાંથી આવેલ છે. જેનો સામાન્ય અર્થ વિઘટન, વિનાશ અથવા મૃત્યુ થાય છે. પ્રલય એટલે સમગ્ર સંસાર પોતાના ઉત્પત્તિના મૂળ કારણ પ્રકૃતિમાં વિલીન થાય એટલે કે સમગ્ર સમાય જવું ભગવદ્ગ ગીતામાં ભગવાન અર્જુનને કહે છે કે સૃિષ્ટના રચયિતા બહ્માજીથી લઇને સમગ્ર સંસાર પરિવર્તનશીલ છે. પરંતુ જે જીવાત્મા મારું શરણ ગ્રહણ કરે છે તેનો પુન: જન્મ થતો નથી.

પ્રગટ બ્રહ્માંડની વિનાશની અવધિ કે વિઘટન એટલે કે દુનિયાનો અંત તે પ્રલય.
શાસ્ત્રોમાં વર્ણન અનુસાર પ્રગટ બ્રહ્માંડની ત્રણ સ્થિતિ હોય છે.
(1) સૃિષ્ટ એટલે કે સૃષ્ટિનું સર્જન
(2) સ્થિત એટલે કે સૃિષ્ટનું સંરક્ષણ
(3) લય એટલે કે વિઘટન અથવા વિનાશ. આ ત્રણ પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે.
દર્શનશાસ્ત્ર અનુસાર પ્રગટ બ્રહ્માંડ એક કલ્પના અંતે િવઘટનની ઘટના બને છે. એટલે કે દુનિયાનો અંત થાય છે. પ્રલય બ્રહ્માંડના વિનાશનું વર્ણન કરે. તે ભૂતકાળમાં થયો હતો અને ભવિષ્યમાં પણ થશે.

પ્રલયના સમયનું વર્ણન શાસ્ત્રોનુસાર આપવામાં આવેલ છે.
1 વર્ષ-360 દિવસ
1 યુગ- 1 લાખ વર્ષ (100,000 વર્ષ)
4 યુગ -1 ચતુર્યુગ ,સત્યયુગ, ત્રેતાયુગ,
દ્વાપરયુગ, પ્રત્યેક યુગના 1 લાખ વર્ષ
71 દેવયુગ – મનવંતર (28,400,000 વર્ષ)
28 મનવંતર – 1 બ્રહ્માજીનો 1 દિવસ
બ્રહ્માજીના 100 વર્ષની અવધિના અંતે મહા પ્રલય થાય છે.

પ્રલયના ચાર પ્રકારનું વર્ણન કરવામાં આવેલ છે.
નિત્ય : બધી જ ચેતન અથવા અચેતન વસ્તુઓ દરરોજ વિનાશ પામે છે. જન્મ લેનાર જીવાત્માઓ દરરોજ મૃત્યુ પામે છે. જે પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે. જેને નિત્ય પ્રલય માનવામાં આવે છે. વ્યકિત જયારે સૂઇ જાય છે અને જાગે છે તે પણ નિત્ય પ્રલય છે.
પ્રાકૃત પ્રલય : પ્રકૃતિ દ્વારા ઉત્પન્ન થયેલ મહાવિનાશક પૂર એ ચતુર્યુગ ચક્ર પૂરું થયા પછી ઉદ્દભવે છે ને સમગ્ર સૃિષ્ટને જળમગ્ન બનાવી દે છે અને વિનાશ કરે છે. તેને પ્રાકૃત પ્રલય માનવામાં આવે છે. બ્રહ્માજીના 100 વર્ષ પછી આ પ્રલય થાય છે.
નૈિમતિક પ્રલય : કોઇના નિમિત્ત બનવાથી સમગ્ર સૃિષ્ટનો વિનાશ થાય છે તેને નૈિમતિક પ્રલય માનવામાં આવે છે. આ પ્રલય બ્રહ્માજીના એક દિવસના અંતે થાય છે. જેને કલ્પ પણ કહેવાય છે.

આત્યંતિક પ્રલય : જયારે મનુષ્યજીવને પરમ તથા પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય છે ત્યારે તે પોતાની સાધનામાં લીન થઇ જાય છે. જેને આત્મા શુિદ્ધકરણ પણ કહેવાય છે તથા બ્રહ્મરૂપમાં લીન થઇ જાય છે એટલે કે પ્રાકૃત શરીરથી પૂરા થઇ જાય છે. જે જીવાત્મા જન્મમરણના ચક્કરમાંથી દૂર થઇ જાય છે તેે આત્યંતિક પ્રલય માનવામાં આવે છે.
कालोडिस्मि लोकक्षयकृत्प्रृद्धो लोकान् समाहर्तुिम प्रृवत:।
ऋतेडपि त्वां न भविष्यन्ति सर्वे येडवस्थिता: प्रत्यनीकेषु योद्या:।।
ભગવદ્્ ગીતાના અધ્યાય 11માં શ્લોક સંખ્યા 32માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હું સर्ववર્વ વિશ્વોનો મહાવિનાશ કરનારો કાળ છું. બધા જ જીવાત્માઓનો નાશ કરનાર છું.

પ્રલયના સમયે દરેક જીવાત્મા રહેલ સ્થાપિત શક્તિઓ એક જગ્યાએ એકત્રિત થાય છે. ત્યાર પછી સૂર્યની રોશની પ્રકાશ પ્રચંડ હોવાથી અતિશય ગરમી ઉત્પન્ન થાય છે. જે ગરમી થકી સમ્રગ સૃષ્ટિની વસ્તુઓ આગથી રાખ થઇ જાય છે. બ્રહ્માંડમાં ફકત રાખ રહી જાય છે. ત્યાર પછી અતિ વેગવાન પ્રચંડ ભયાનક પવનથી રાખ એક જગ્યાએ અેકત્રિત થઇ જાય છે અને ભયાનક વરસાદ વરસવાથી સૃષ્ટિ જળમગ્ન થઇ જાય છે.

શાસ્ત્રોમાં વર્ણવેલ કથા અનુસાર ઋિષ માર્કંડેયે મહાપ્રલયના દર્શન કર્યા હતા, તે મહાપ્રલય પછી જીવિત રહ્યા હતા કારણ કે પરમેશ્વર થકી માર્કંડેય ઋિષના િપતાને વરદાન પ્રાપ્ત હતું કે તમારો પુત્ર મહાપ્રલયમાં જીવિત રહેશે જે આ ઘટનાના દર્શન કરી શકશે. જળમગ્ન સૃિષ્ટમાં ઋિષ એકલા પડી જવાથી બેચેની અનુભવે છે ત્યારે બ્રહ્માજીને પ્રાર્થના કરવાથી પીપળાના પાંદડા પર િબરાજેલ બાલ મુકંદ ભગવાનના દર્શન થાય છે. બાલમુકુંદ પોતાના પગનો અંગૂઠો મોઢામાં ચૂસતો વધુ મનમોહક લાગે છે.

આ બાલમુકુંદ ભગવાન માર્કંડેય ઋિષને પૂછે છે હે બાળક તમે એકલા બહુ જ ઠીક હશો એવી આશા રાખું છું ત્યારે બાળક્ની વાણીથી નવાઇ પામી ઋિષ કહે છે કે તમે મને બાળકના રૂપમાં બોલાવો છો તે ચકિત કરે તેવી વાત છે કારણ કે મારી ઉંમર લાખોમાં ચાલે છે. ત્યાર પછી બાલમુકુંદ મધુર હાસ્ય કરીને કહે છે કે હે ઋિષ મેં તો આવા કંઇક અસંખ્ય મહાપ્રલય જોયા છે. હું બ્રહ્માંડમાં બાલ મુકુંદ તરીકે આવનજાવન કરું છું તથા બ્રહ્માંડનું સર્જન- વિસર્જન પણ કરું છે.
करारविन्दे न पदार विन्दम्, मुखार िवन्दे विनिवेश यन्तम्।
वटस्य पत्रस्य पुटे शयानम्, वालम् मुकुंदम् मनमा स्मारािम ।।
વટના વૃક્ષના પાંદડા પર વિશ્રામ કરીને, કમળના સમાન કોમળ ચરણ પકડીને, કમળ જેવા હાથથી પકડીને પોતાના કમળરૂપી મુખારવિંદને ધારણ કર્યું છે, હું તે બાળક સમાન ભગવાન શ્રીકૃષ્ણને મારા મનમાં રાખું છું.

Most Popular

To Top