ગોધરા: મોરવા હડફ ના કેલોદ ગામ ની ગ્રામ પંચાયત કચેરી 3 વર્ષથી જર્જરિત હાલતમા છે. કચેરીના છતમાથી અવાર નવાર પોપડા પણ ખરી પડે છે જેને લઈને કચેરી ખાતે કામઅર્થે આવતા લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ગ્રામ પંચાયત ઘર નવીન બનાવામા આવે તે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી , સરપંચ તેમજ ગામ ના અગ્રણીઓની અનેક રજૂઆત કરાઈ હોવા છતા હજુ સુધી નવીન બની નથી ત્યારે તંત્ર શુ અહી કોઈ મોટી ઘટના બને તેની તો રાહ નથી જોઈ રહયા કે શુ ? મોરવા હડફ તાલુકા ના કેલોદ ગામની ગ્રામ પંચાયત કચેરી વર્ષો જૂની હોવાથી 3 વર્ષથી જર્જરિત હાલત મા છે પંચાયત ઘર નવીન બને તે માટે તલાટી અને ગામ ના અગ્રણીઓ એ તાલુકા પંચાયત કચેરી એ લેખિત અને મૌખિક રજૂઆત કરવામા આવી છે.
ગ્રામ પંચાયત ઘર ના છત ના ભાગ પર પ્લાસ્ટર નીકળી જતા કાટ ખાઈ ગયેલા સળીયા દેખાતા સ્લેબ વધુ જોખમી બનવા સાથે છત પરથી અવાર નવાર પોપડા પણ પડી રહયા છે,ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી દિલીપસિંહ બારીઆ સહિત નો સ્ટાફ હાલ ભય ના ઓથાર તળે તેમની ફરજ નિભાવી રહયા છે.પંચાયત ઘર જર્જરિત હાલત મા હોવા સાથે છત નો સ્લેબ પણ જોખમી બનતો જઇ રહયો હોવા છતાં તાલુકા પંચાયત સહિતની સબંધિત કચેરીને અનેક રજૂઆત કરવા છતા તેમનુ પેટનુ પાણી કેમ હલતુ નથી. જર્જરિત કચેરી હોવા છતાં તલાટી કમ મંત્રી દિલીપસિંહ ઉદેસિંહ બારીઆ પંચાયત ઘર ખાતે બેસી ને ગામ ના અરજદારોની કામગીરી કરી રહયા છે પંચાયત ઘર ખાતે કોઈ મોટી ઘટના બને પછી તંત્ર આ અંગે પોતાની જવાબદારી સ્વીકારશે ? કે પછી ઘોડા વછૂટી ગયા પછી તબેલા ને તાળા મારવા જેવી પરંપરાનુ પુનરાવર્તન થશે❓આ જર્જરિત ગ્રામ પંચાયત કચેરી ના મકાન ને તોડી પાડી ને નવું મકાન બનાવવા માટે તાલુકા પંચાયત સહિત ની કચેરી દ્વારા વહેલામા વહેલી તકે કોઈ યોગ્ય અને ઠોસ કદમ ઉઠાવવામા આવે તે અત્યંત આવશ્યક છે