કેન્દ્ર સરકારે ફરી એક આર્થિક પેકેજ જાહેર કર્યું છે, જે હકીકતે ફકત શાસક પક્ષના લાભ પૂરતું જ મર્યાદિત થઇને રહેશે. લોકોને 6.29 લાખ કરોડ મળવાના નથી. જે રાજ્યોમાં ચૂંટણી છે તેમાં એ રીતે આના લાભ અપાશે કે જે શાસક પક્ષને ફાયદો કરાવે. યોજના સરકારી ને લાભ શાસક પક્ષને. અત્યાર પહેલાંના આર્થિક પેકેજથી આપણી આસપાસના કેટલાંને લાભ થયો? એ લાભકર્તાઓ પોતાની વિગત આપે તો સ્પષ્ટ થશે. આ સરકાર કે જેણે બેન્ક વ્યાજના દર સાવ ઘટાડી નાંખ્યા ને નોટબંધી પછી સતત આર્થિક ભીંસ સર્જી તે શું બુસ્ટર ડોઝ આપશે? સરકારી છળને સમજો. આ સરકાર લોકોને આપવા નથી માંગતી, લોકો પાસે ફકત વસુલવા માંગે છે?
બારડોલી -અશોક ગામિત -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે