Gujarat

લાંચિયા બાબુઓની બેનામી સંપતિ જપ્ત કરવા ગુજરાત સરકાર વિધેયક લાવશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી તારીખ 21થી 23મી ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે ત્યારે હવે રાજય સરાકર લાંચિયા સરકારી અધિકારીઓની બેનામી પ્રોપર્ટી જપ્ત કકરવા માટે મહત્વનું વિધેયક લાવશે, આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં આ કાયદાની વિવિધ જોગવાઈ પરની ચર્ચા થઈ હતી.

  • લાંચિયા બાબુઓની બેનામી સંપતિ જપ્ત કરવા સરકાર વિધેયક લાવશે
  • આગામી તારીખ 21થી 23મી ઓગસ્ટ દરમિયાન વિધાનસભાના ચોમાસા સત્રમાં આ વિધેયક લવાશે

રાજકોટના મનપાના ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયા તથા અમદાવાદ મનપાના હર્ષદ ભોજકની પાસેથી લાખોની રોકડ મળી આવતા રાજય સરકાર ચોંકી ઉઠી છે. હવે સરકાર લાંચિયા અધિકારીઓની બેનામી પ્રોપર્ટી જપ્ત કરવા માટે કાયદો ઘડવાની કવાયત હાથ ધરી છે. આજની બેઠકમાં કાયદા તથા ગૃહ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સરકારી બાબુઓના વધતા ભ્રષ્ટાચારને ડામવા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ખાસ કરીને આવા ભ્રષ્ટ અધિકારીઓની બેનામી સંપત્તિ જપ્ત કરવાનો કાયદો ગુજરાતમાં અમલી બની શકે છે. કાયદાને આખરી ઓપ આપવા કવાયત હાથ ધરાઈ છે.

50 વર્ષની આસપાસના અધિકારીઓને નિવૃત્ત કરી દેવાની વિચારણા
રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામુ કરીને એવી માહિતી આપવામાં આવી છે કે વહીવટી પ્રક્રિયા સાથે સંકળાયેલા 50 વર્ષ કે તેથી ઉપરના અધિકારીઓને તેમની કામ કરવાની ક્ષમતાના માપદંડ જોઈને આ અધિકારીઓને વહેલા નિવૃત્ત કરી દેવા જોઈએ. જો કે રિપોર્ટ આ એક સૂચન કરાયુ છે. આખરી નિર્ણય તો કેબિનેટમાં ચર્ચાના અંતે લેવાઈ શકે છે. આ ઉપરાંત એક જ સ્થાન પર ત્રણ વર્ષથી ફરજ બજાવતા કર્મચારી કે અધિકારીને વહેલામાં વહેલી તકે બદલી નાંખવા જોઈએ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વડોદરા હરણી કાંડના પગલે સુનાવણી દરમ્યાન ટેન્ડર પ્રક્રિયામાં ચાલતી લાલીયાવાડી અંગે પણ નારાજગી વ્યકત્ત કરાઈ હતી , એટલે કે આ બાબતે પણ સરકારને ગંભીર પગલા લેવા સૂચન કરાયુ હતું.

Most Popular

To Top