Charchapatra

સરકારી સિસ્ટમ જ યુવા પેઢીની નાપસંદ

દેશ આઝાદ થયાનાં પંચોતેર વર્ષનાં વહાણાં વાઈ ચૂક્યાં છે.કંઈક કેટલાય રાજકીય પક્ષોના ઉથલાપાથલા નિહાળી ચૂકેલી ગજબની સહનશીલ કહેવાય એવી લોકશાહીના કરોડો પ્રૌઢો – સિનિયરો ,અબુધો જેવા મતદાતાઓએ હાથ પર હાથ ધરીને, ફક્ત સાક્ષીભાવે સરકારી તંત્રના સડાયુક્ત + ભ્રષ્ટાચારને સીધી રીતે પોષતાં ફરમાનોને માથે ચડાવ્યે જ રાખ્યા છે.એ પછી વર્ષો પહેલાંની રેશનકાર્ડની પ્રથા હોય કે પછી એજન્ટપ્રથાવાળી થોડા સમય અગાઉની આધારકાર્ડની પદ્ધતિઓ હોય કે નિતનવા નામના કાર્ડ હોય, મતદાતાઓ  જાણે રૂપિયા – પૈસા + સમયના ખરચ કર્યા પછી પણ રોજબરોજના ધરમધકકા ખાવા જાણે, મજૂરી કરવા નીકળી પડતા ના  હોય.સરકાર સમક્ષ જાહેર રજૂઆતો પણ લેખિત ફરિયાદો વગર ઉકેલાય જ નહીં. દરેક વિભાગોના,  મે આઈ હેલ્પ યુ ? કે વિજીલન્સ ખાતા , તપાસ સમિતિઓ , સર્પ્રાઇઝ ચેકિંગ કરનારાઓ, મોનીટરીંગ ટીમો  વિગેરે પણ હવે તો તદ્દન જ મીલીભગત વાળા ,લાંચિયા અને ઉદાસીન વલણ ધરાવતા સ્પષ્ટ થતા હોય તેમ છે, ત્યારે  જ તો  દેશનાં વિવિધ રાજ્યોના સાક્ષર યુવાનો, એમાં પણ હવે બહુધા ગુજરાતીઓ જે, ધોરણ દસ ,બાર કે ગ્રેજ્યુએટ થઈ ઉજ્જવલ ભવિષ્ય અને મહત્ત્વપૂર્ણ કારકિર્દી ઘડવાના શુભાશયે દેશ છોડી વિદેશી ધરતી ઉપર પગરવ પાડવા માથે દેવાં કરીને પણ ઉતાવળિયા – આંધળુકિયાં કરતા જાય છે,જે ખરેખર તો સાંપ્રત સરકાર સમક્ષ એક માથાફરેલ સમસ્યારૂપ પડકાર જ છે. તાજેતરમાં જ પેપર લીકની ઘટનાઓ એ તો જાણે રીતસર દેશભરનાં યુવાનોની માનસિક કમર તોડી નાંખી છે, એમ જણાવવામાં જરાયે અતિશયોક્તિ નથી જ.
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

યહ કયા હો રહા હૈ?
રીવામાં જમીન પર રોડ બનાવવાનો વિરોધ કરનાર જેઠાણી-દેરાણીને જીવતી દફનાવાય છે, દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો વેચાણ દસ્તાવેજ થાય છે, સુરતમાં કૃષિ બજારની જમીન પર ફાઈવ સ્ટાર હોટલ બનાવી દેવાય છે. ડાંગમાં આદિવાસીઓની જમીન ટેન્ટ હાઉસ બનાવવા પચાવવાનું કૌભાંડ રચાય છે, ઝૂંપડપટ્ટીમાં ફેરવાઈ ગયેલી કરોડો રૂપિયાની પ્રાઈમ જમીન ખાલી કરાવવા ગરીબ કન્યાઓના અપહરણ કરીને ફાર્મ હાઉસમાં ગોંધી રખાય છે અને સરકારના વનવિભાગના નીતિ નિયમોને નેવે મૂકીને લોકોના આસ્થાના ધામમાં વેપાર કરવાનો જમીન માફિયાઓને પરવાનો મળી જાય છે.
અમદાવાદ         – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top