સરકારને નમ્ર નિવેદન છે કે મનુષ્ય જન્મ્યા પછી ઘણી વખત પોતાની જવાબદારી નિભાવતાં શારીરિક રોગ સહન કરવાનો પણ સમય આવે છે. જે મનુષ્ય ‘‘માનસિક રોગ’’ થી પીડિત હોય તેમાં ખાસ તો પરિણિત સ્ત્રીને ઘણું જ સહન કરવાનું આવે છે. પોતે માનસિક રોગી થઈ ચૂકી હોય છે. પરંતુ પરિણીત સ્ત્રીનું ધ્યાન રાખવામાં આવતું જ નથી. આ બાબતે સરકાર કડક કાયદા બનાવે અને તેઓનો ખર્ચો સરકાર ઉપાડે તેવી યોજના ઝડપથી બનાવવી.
સુરત – જવાહર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘ ધ કેરાલા સ્ટોરી’
‘ટુ ધ પોઈન્ટ ‘ માં સમકિતભાઈ શાહે મે મહિનાની પાંચમી તારીખે દેશભરમાં રિલીઝ થતાં જ વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મનાં તથ્યો અને સત્યો ખૂબ સરસ રીતે રજૂ કર્યાં. દા.ત. ૩૨૦૦૦ યુવતીનો જે આંકડો રજૂ થયો છે તેમાં તથ્ય નથી. માત્ર ત્રણ યુવતીઓની કહાની લઈને આ ફિલ્મ આવે છે.બીજું કે યુવતીઓનું ધર્માંતરણ થવું અને ગુમ થવી એમાં ભેદ છે. ‘ ધ કેરાલા સ્ટોરી ‘એ ‘ ધ કાશ્મીર ફાઈલ ‘ ની સિક્વલ છે એવું પણ કેટલાંક વિચારકોનું માનવું છે.આ ફિલ્મને લઈને સોશ્યલ મિડિયા પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.- એક પક્ષ આ ફિલ્મને સામાજિક વૈમનસ્ય ફેલાવવાના હથિયાર તરીકે ત્યારે બીજો પક્ષ તેને લોકોની આંખો ખોલનાર ડૉક્યુમેન્ટરી તરીકે ઓળખાવી રહ્યો છે. આમ , રિવ્યુ જાણ્યા પછી કદાચ થિયેટર સુધી જવાની જરૂર ન રહે.
સુરત – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.