Comments

સરકાર હિજાબ સિવાયની ચિંતા કરે

વ્યકિતના મૂળભૂત અધિકાર વિરુધ્ધ રાજયના અધિકારનો વધુ એક મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તે આપણા સમયમાં એક રસમ જેવું હોવાથી તે લઘુમતીઓને સ્પર્શે છે. મુદ્દો એ છે કે બંધારણની કલમ ૨૫ સરકારને માથા પર કપડું બાંધતા રોકવાની થોડી ઘણી પણ સત્તા આપે છે? બંધારણની સદરહુ કલમમાં લખ્યું છે કે જાહેર વ્યવસ્થાને, નૈતિકતા અને આરોગ્ય અને આ ભાગની અન્ય જોગવાઇઓને આધીન તમામ વ્યકિતઓને આત્માને અનુસરવાનું અને ધર્મનું આચરણ કરવાનું, પાળવાનું અને પ્રચાર કરવાનું સ્વાતંત્ર્ય છે. આ કલમનું સીધું સાદું બ્યાન કહે છે કે વ્યકિતગત અધિકારોને પ્રાધાન્ય આપવું જોઇએ. યુવતીઓ કહે છે કે તેમનું મસ્તક ઢાંકવાની તેમને માટે ધાર્મિક રસમ છે અને બંધારણ તેમને એક મૂળભૂત અધિકાર તરીકે તેની બાંહેધરી આપે છે. પરંતુ રાજય પોતે હંમેશાં મુજબ કરે છે તેમ આગ્રહ રાખ્યો છે કે વ્યકિત શું કરી શકે અને શું નહીં કરી શકે તેમાં અમારે જ સર્વસ્વથી કહેવાનું છે. આશા રાખીએ કે ન્યાય તંત્ર અન્ય રીતે જુએ પણ તેની કામગીરી ઉજજવળ નથી રહી અને ઘણી વાર ન્યાયતંત્ર રાજયને ટેકો આપે છે. અરે રાજયના અતિક્રમણથી મુકત મૂળભૂત હકકોની નિયમિતપણે અવહેલના કરવામાં આવે છે.

દા.ત. ભારતીયોને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે પણ રાજયના એવા કેટલાય કાયદા છે જે અભિવ્યકિત સ્વાતંત્ર્યને ગુનો ગણે છે. શાંતિપૂર્ણ રીતે ભેગા મળવાનું કે સભા મેળવવાનું સાચું સ્વાતંત્ર્ય નથી અને એ બંનેને પણ ગુનાહિત ગણવામાં આવે છે. બંધારણીય રીતે ધંધા-વ્યવસાયનું સ્વાતંત્ર્ય છે પણ જયારે કસાઇઓ ગાયની કતલના કાયદા સામે અદાલતમાં ગયા ત્યારે સુપ્રીમ કોર્ટે કબૂલ્યું કે અમારે ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં લેવાની હતી અને તેથી અધિકારો પર કાપ મૂકયો. ફરી ખ્રિસ્તીઓએ તેમના ધર્મના પ્રચારની માંગણી કરી અને મળી હતી. (ઉપખંડનાં મુસલમાનો વટાળ પ્રવૃત્તિ કરતા નથી. ખ્રિસ્તીઓ સ્વીકારે છે) પણ આ અધિકાર તેમની પાસેથી કાયદાથી લઇ લેવાયો અને આજે ધર્મપ્રચાર ગુનો છે. હિજાબ મુદ્દો ફરી ભારત લઘુમતીઓ સાથે શું કરી શકે છે તે બતાવવા બહાર આવ્યો છે. લાર્જ ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના અમેરિકી રાજદૂતે ટવીટ કર્યું છે કે ધાર્મિક સ્વાતંત્ર્યમાં વ્યકિતને પોતાનો ધાર્મિક પોષાક પસંદ કરવાના સામર્થ્યનો સમાવેશ થાય છે.

ભારતના કર્ણાટક રાજયે ધાર્મિક વસ્ત્રોની પરવાનગી પાત્રતા નહીં નકકી કરવી જોઇએ. શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક સ્વાતંત્ર્યનો ભંગ કરે છે તેમજ સ્ત્રીઓને અને છોકરીઓને ધબ્બો લગાડે છે તેમ જ હાંસિયામાં ધકેલે છે. આ શાણી સલાહને ધ્યાનમાં લેવામાં આવે એવી આશા રાખીએ પણ એવું બનવાની સંભાવના નથી. ન્યાયતંત્ર એવું નકકી કરવા માંગે છે કે હિજાબ આવશ્યક ધાર્મિક રસમ છે કે નહીં. તેણે આ પહેલાં ભારતીય મુસલમાનોને  અયોધ્યાની સુનાવણીના ભાગ રૂપે કહ્યું છે કે મસ્જિદો તમારા ધર્મ માટે જરૂરી નથી. વર્તમાન બાબતને ધાર્મિક ઉપરાંત રાજકીય અને સામાજિક કોણ પણ છે. હું યુવાન સ્ત્રીઓ વતી બોલવાનો દાવો નથી કરતો પણ ભારતમાં મુસલમાનો સામેની પધ્ધતિસરની ઝુંબેશના ભાગ રૂપે તેમને કચડી નાંખવામાં આવે છે.

 તેમને સરકારે ફાળવેલી જગ્યામાં પ્રાર્થના કરતા રોકવામાં આવે છે તેમજ માંસ રાંધતા રોકવામાં આવે છે તેમજ બંગડી વેચતા રોકવામાં આવે છે. નાગરિકત્વ તેમજ કાશ્મીરમાં તેમની સામે પસાર કરાયેલા કાયદા હજી તાજેતરના છે. સંભવ છે કે યુવતીઓ તેમના પોતાના હક્ક કરતાં કંઇક વધુ મેળવવા સજ્જ બની છે તેથી જ એક યુવતી એક કદરૂપા ટોળાં સામે ઊભી થઇ અને તેણે તમામ ભારતીયોને શરમમાં નાંખવા જોઇએ પણ નહીં નાંખે. આથી પ્રશ્ન એ છે કે જો આ આજ પ્રોત્સાહન હોય અને તેમને માથા પરના સ્કાર્ફ અને હિજાબ કાઢી નાંખવા જણાવાતું હોય તો હવે પછી શું થશે? સ્પષ્ટ નિર્દેશ તો મળી જ ગયો છે.

શુક્રવારે સીએનએન પર એક મથાળું હતું! પોતાને શું પહેરવું તેના આદેશ સ્વીકારવાની છોકરીઓએ ના પાડતાં ભારતમાં હિજાબ વિરોધ પ્રસરે છે! સ્ત્રીઓ માથાં પર કપડું પહેરવાનું ચાલુ રાખશે અને તેમના પર બળપ્રયોગ કરવો કે નહીં કે તેમને શિક્ષણનો ઇન્કાર કરવો કે પરીક્ષા ખંડમાં દાખલ થતી રોકવી કે નહીં તે રાજય નક્કી કરશે. આગાહી કરવી મુશ્કેલ છે અને જયારે મોટી સંખ્યામાં લોકો પોતાને અન્યાયી લાગે તે કાયદાઓ સામે ઊભા થઇ જાય ત્યારે શું થાય છે તે આપણે જોયું છે. સરકાર નાગરિકતા સુધારા ધારા અને ખેડૂત કાયદાનો દાખલો લે.  હિજાબને મામલે પણ એવું જ થશે એવી શંકા જાગે છે. સિવાય કે સરકાર યુવતીઓને તેમના સ્વાતંત્ર્યનો ઉપયોગ કરવા દે. આશા રાખીએ કે ઘર્ષણ વગર આ થાય. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ન્યાયતંત્ર મૂળભૂત અધિકારોની તરફેણમાં ચુકાદો આપે જેથી સરકાર સ્ત્રીઓએ શું પહેરવું કે ન પહેરવું તેની ચિંતાને બદલે અન્ય બાબતોની ચિંતા કરે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top