Charchapatra

તેલના વધતા ભાવો પર પણ સરકાર નજર રાખે

ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતાં દરેક પ્રકારની ખાદ્ય સામગ્રીના ઉત્પાદન પર સીધી અસર પડશે. તે સમસ્યા સામે આવતાં સરકાર સફાળી જાગી છે. સમાચાર હતા કે કેન્દ્ર સરકારને આવનારા સમયમાં દેશમાં ઘઉંની અછત પડશે તેવું લાગતાં રશિયાથી ઘઉં આયાત કરવાનું વિચારી રહી છે. હવે સપ્ટેમ્બરમાં ડુંગરીની અછત પડે તેવું લાગતા કેન્દ્ર સરકારે તરત જ ડુંગરીની નિકાસ પર 40 ટકા ડયુટી નાખી દીધી છે. સામી ચૂંટણીએ સરકાર હવે પછી કોઇ પણ ખાદ્ય સામગ્રીનો સ્ટોક ઘટે તો આયાત કરીને સ્ટોક સરભર કરવા પગલાં લઇ રહી છે.

કેન્દ્ર સરકારે હવે સિંગતેલ વિશે પણ વિચારવા જેવું છે. સીંગતેલના 15 કિલો ડબ્બાના હાલ રૂ. 3300 પ્લસ છે જે લોકોની ખરીદશકિતની બહારની વાત થઇ છે ત્યારે સરકારે આવનારા તહેવારોને ધ્યાન પર લેતાં સિંગતેલની નિકાસ પર પણ તાર્કીકે પ્રતિબંધ મૂકવો જોઇએ. વધેલા ભાવો અંકુશમાં લેવા તાત્કાલિક પગલાં ભરવાં જોઇએ. સરકાર જે રીતે ઘઉં અને ડુંગળી અને અન્ય ખાદ્યસામગ્રીના ઘટતા સ્ટોક પર ધ્યાન રાખે છે તેવી જ રીતે સીંગતેલનો સ્ટોક કરી તેના ભાવો પણ અંકુશમાં લાવે તે મુજબનું તાકીદે આયોજન કરવામાં આવે તે જનહિત માટે ખૂબ જ જરૂરી છે.
સુરત     – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top