Charchapatra

લોકોના ટેકસના પૈસા ‘મફત’ને નામે વહેંચી સરકાર પોતાનો ફાયદો જુએ છે

કરદાતાઓના પરસેવાના મહેનતના રૂપિયા જાતભાતના ટેક્ષ રૂપે સરકારી તિજોરીમાં સતત ઠલવાય છે. તે રૂપિયામાંથી જે તે ગામ, શહેર, રાજય કે દેશમાં તેની જરૂરિયાત પૂરી કરવાના અર્થે તે રૂપિયા ખર્ચવાના હોય છે. પણ સરકાર મફત રોટી, મકાન અને ઘણી બધી સુવિધાઓ મફત કે રાહત દરે આપી તેમની પાછળ ટેક્ષ ભરનારાઓના રૂપિયા વેડફે છે. આ નાણાંની મદદ તેઓ પોતાના પક્ષને મદદ થાય તેવી રીતે આપે છે. વળી ચૂંટણીની મોસમ આવે ત્યારે બધા જ પક્ષો વીજળી, પાણી, રાશન અને દૈનિક જરૂરિયાતો તેમની સરકાર આવશે તો ખુલ્લમખુલ્લા લોભ અને લાલચ આપે છે.

એ વાતની પરાકાષ્ઠા તો એ થઇ કે એક રાજકીય પાર્ટીએ રૂા. 8500 દર મહિને તેમના બેંક ખાતામાં જમા થશેની લોભ લાલચ આપતા તેનો જેને લાભ થવાનો હતો તે વર્ગની મહિલાઓએ પહેલેથી જ તેમના બેંક એકાઉન્ટ ખોલાવવા માંડયા કે એકટીવ કરાવવા લાંબી લાઇનો લગાડી દીધી. લોભ અને લાલચ આપી કામ કરાવનાર સરકારી કર્મચારીઓ માટે તે પકડાય તો દંડ અને સજાની જોગવાઇ છે જયારે રાજકીય પાર્ટીઓ ભારતભરમાં જાહેરમાં લાલચ આપે છે તો પણ સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ ચૂપ રહે છે. ભારતભરના કોઇ પણ બાર એસો.

આ વાતનો વિરોધ કરતો પડકાર ફેંકતી નથી અને લાલચુ લોકો ટૂંકા ગાળાના ફાયદાને ધ્યાને લઇ લાલચ આપનાર પાર્ટીને વોટ (મત) આપે છે. જે તે રાત દિવસ કામ કર્યું તે 1.50 લાખથી અને કામ કર્યા વગરનો 3.0 લાખની બહુમતિથી જીતે તે કેટલી કડવી અને ગળે પણ ન ઊતરે તેવી વાસ્તવિકતાનાં દર્શન છેલ્લી ચૂંટણીમાં થયા. ચૂંટણી કમિશનર સુપ્રીમ અને હાઇકોર્ટ સંવિધાન તપાસે અને તેમાં જો ન હોય ને તો આ લાલચના ચક્રવ્યૂહને ‘મફત’ શબ્દને ભારતમાંથી તિલાંજલી અપાવશે તો જ આ દેશનો વિકાસ છે. સૌને સાથે લઇને ચાલવામાં વિકાસ થતો નથી તે પુરવાર થયું છે.
સુરત            – પરેશ ભાટિયા     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top