આઝાદી પછી આજ દિવસ સુધી જ્યારે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ ગમે તે ઘટના માટે સરકારને દોષિત ઠેરવવામાં આવતી. અરે ડુંગળીનાં ભાવ પણ જો વધી જતા તો સરકારની સત્તા જતી રહેતી હતી. પરંતુ જ્યારે વર્ષ ૨૦૧૪માં દેશને સાચી આઝાદી મળી પછી પેહલીવાર સાચા દેશભક્તોની સરકાર બની. ૨૦૧૪ પછી દેશમાં ગમે તે આપદા કે મુસીબત આવી હોય પરંતુ તેના માટે સરકાર, સરકારનાં કોઈ મંત્રી કે પછી કોઈ સરકારી અધિકારી કોઈ જ જવાબદાર નથી. તો હવે કયાં તો પ્રજા જ જવાબદાર છે. નહિ તો પછી હોય શકે કે બધી જ ઘટના માટે કોંગ્રેસ જવાબદાર હોય, શું કોંગ્રેસ જ આ વર્તમાન સરકારને બદનામ કરવા આવી ઘટનાઓ કરાવતી હોય? મોંઘવારી વધે, દર વર્ષના પ્રથમ જ વરસાદમાં તમામ શહેરમાં નદીઓ વેહતી હોય, ગામડાં હોય કે શહેરો કે પછી નેશનલ હાઇવે હોય બધા જ ચોમાસામાં ચંદ્રની જમીન બની જાય. પ્લેન ક્રેશ થાય કે આતંકવાદી હુમલો થાય, પુલ તુટી જાય કે મોટી આગજની થઈ જાય, ટ્રેન અકસ્માત થાય કે કોઈપણ પ્રકારની મુસીબત આવે સરકાર જવાબદાર નથી. આઝાદી પછી પેહલીવાર આવા રાષ્ટ્રભક્ત, કર્મઠ, નિષ્ઠાવાન અને ૨૦-૨૦ કલાક સુધી દેશ માટે જીવવા વાળા વ્યક્તિ પ્રધાનમંત્રી તરીકે મળ્યા છે. આ બધું પ્રધાનમંત્રીની છબી કરવા માટે કોંગ્રેસ કે પછી કોઈ દેશવિરોધી, રાષ્ટ્ર વિરોધી અને ધર્મ વિરોધી તત્વોનું કારસ્તાન છે?
સુરત – કિશોર પટેલ