National

સરકાર 99 ટકા દેશની વસ્તીને બદલે 1 ટકા લોકો ઉપર ધ્યાન આપી રહી છે : રાહુલ ગાંધી

બુધવારે રાહુલ ગાંધી ( RAHUL GANDHI) એ એક પ્રેસ કોન્ફરન્સ ( PRESS CONFRANCE) કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સામાન્ય બજેટ (BUDGET) પર બોલતા તેમણે કહ્યું કે સરકારે આ બજેટ ફક્ત એક ટકા વસ્તી માટે બનાવ્યું છે. રાહુલે કહ્યું છે કે ખેડુતો પીછેહઠ નહીં કરે, સરકારે પીછેહઠ કરવી પડશે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સામાન્ય બજેટ પર બોલતા તેમણે કહ્યું કે સરકારે આ બજેટ ફક્ત એક ટકા વસ્તી માટે બનાવ્યું છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે ચીન અંગે સરકારનું વલણ સ્પષ્ટ નથી. ચીન ભારતની ધરતી લે છે અને તમે શું સંદેશ આપે છે કે અમે બજેટમાં વધારો નહીં કરીએ. શું આપણે આપણી સેનાને ટેકો નહીં આપીશું? આ કઇ દેશભક્તિ છે? શિયાળામાં સૈન્ય દેશની સરહદ (BORDER) પર ઊભું છે અને તમે તેમને પૈસા ચૂકવતા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારે સામાન્ય માણસના હાથમાં પૈસા આપવા જોઈએ. ખેડૂત આંદોલન (FARMER PROTEST) ના મુદ્દે કોંગ્રેસના નેતાએ કહ્યું કે સરકારે ટૂંક સમયમાં જ કોઈ સમાધાન શોધવાની જરૂર છે. ખેડુતો દેશની કરોડરજ્જુ છે અને સરકાર તેમની ઉપર અત્યાચાર કરે છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ખેડૂતોની એટલી માંગ છે કે આ કાળા કાયદા પાછા ખેંચવામાં આવે , પરંતુ સરકાર તેમની અવગણના કરી રહી છે. રાહુલે ગ્રેટા થાનબર્ગ (GRETA THANBARG) અને રિહાના (RIHANNA) ના ટ્વિટ પર કહ્યું કે આ આપણા દેશનો આંતરિક મુદ્દો છે. કૃષિ કાયદા પાછા લેવા પડશે. ભારતની પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું છે.

દિલ્હી બોર્ડર (DILHI BORDER) પર નાકાબંધી અંગે રાહુલે કહ્યું કે સરકાર શા માટે કિલ્લેબંધી કરી રહી છે? ખેડુતો ભારતની શક્તિ છે. આજે દિલ્હી ખેડુતોથી ઘેરાયેલું છે. આ સમસ્યા દેશ માટે સારી નથી. રાહુલ ગાંધીએ કહ્યું, ખેડુતો પીછેહઠ નહીં કરે, સરકારે પીછેહઠ કરવી પડશે.


સામાન્ય બજેટ પર બોલતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે સરકારે આ બજેટ માત્ર એક ટકા વસ્તી માટે બનાવ્યું છે. દેશની સરહદ પર જવાનો અને દિલ્હીની સરહદ પર ખેડૂતો હાલ સરકારની સહાય ની રાહમાં છે પરંતુ સરકાર તેમની તરફ પૂરતું ધ્યાન આપવાના બદલે દેશમાં વાતાવરણ બગાડી રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top