વડોદરા : વડોદરા પોલીસે દેશભરમાં કુખ્યાત મનાતી ગોલ્ડી બ્રાર ગેંગના નામથી ખંડણીની મોટી રકમની માંગણી કરી ફોન ઉપર ધમકી આપનાર શરીફ ઉર્ફે મજરઆલમ નુરૂલહુડા શેખ ઉ.વ.રરને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. અને પંજાબ પોલીસને જાણ કરતા દોડી આવેલી પોલીસને સોંપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા શહેરના પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંઘ તથા અધિક પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા સિધા માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી.ટીમ પંજાબ અમ્રુતસર મજીઠા રોડ પોલીસ સ્ટેશન માં રોજ ગુનો ખંડણી નો ગુનો દાખલ થયો હતો.
જેમાં ફરીયાદ મુજબ પંજાબના પ્રતિષ્ઠિત ડૉકટરને ફોન કરી ગોલ્ડી બ્રાર ગેંગના નામ ઉપર ખંડણીની મોટી રકમની માંગણી કરી ફોન ઉપર કરાઈ હતી જે ફોન આરોપીએ છાણી વિસ્તારમાંથી કર્યો હતો.જે ગુનામાં ધમકી આપનાર શરીફ ઉર્ફે મજરઆલમ સ/ઓ નુરૂલહુડા શેખ ઉ.વ.રર હાલ રહે, છાણી રેલ્વે સ્ટેશનની બાજુમાં અબ્દુલભાઇના મકાનમાં વડોદરા મુળ રહે, પોસ્ટ જોવ કટીયા તહશીલ – જીલ્લા બેતીયા (બિહાર) નું નામ ખૂલ્યું હતું. પોલીસે ટેકનીક્લ અને હ્યુમન સોર્સ આધારીત ચોક્કસ પગેરું દબાવતા આરોપીને છાણી દુમાડ પાસેથી એલસીબીએ દબોચી લીધો હતો અને આગળની તપાસ અર્થે પંજાબ પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી.
પંજાબના વિશ્વ વિખ્યાત સિંગર સીધું મુસેવાલાની કરપીણ હત્યામાં સંડોવાયેલી ગોલ્ડી બ્રારની ગેંગનો સાગરીત શરીફે જુલાઈ મહિનામાં ડૉક્ટર રજનીશકુમાર (રહે: ગ્રીનફિલ્ડ,અમૃતસર,પંજાબ)પાસે છ લાખ રૂપિયા ખંડણી માંગી હતી. અને રૂપિયા નહી મળે તો સીધુ મુસવાલા ની જેમજ ઉડાવી દેવાની ધમકી આપી હતી ફફડી ઉઠેલા તબીબે નંબર બ્લોક કરી દેતા ભેજાબાજે અજાણ્યાં નંબર પર થી વોટ્સ એપ કોલ કરીને તાત્કાલીક એસબીઆઇ બેન્કના આપેલા ખાતામાં રૂપિયા જમા કરાવવા પણ ઘમકી આપી હતી.